Read ગીતશાસ્ત્ર Chapter 90 Online
Read ગીતશાસ્ત્ર Chapter 90 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.
Choose a Chapter
ગીતશાસ્ત્ર 90
પ્રકરણ 90
1. હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2. તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી.
3. તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો, અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
4. કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વષોર્ વીતી ગયેલી કાલના જેવાં છે! અને રાતના એક પહોર જેવાં છે!
5. તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
6. તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
7. કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
8. તમે અમારાં બધાં પાપો, અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો અને તે બધાં તમે જોઇ શકો છો.
9. તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે વષોર્ પૂરાં કરીએ છીએ.
10. અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11. તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12. અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13. હે યહોવા, અમારી પાસે પાછા આવો; પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14. પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15. અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વષોર્ આપો.
16. તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17. અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો .
About ગીતશાસ્ત્ર Chapter 90
Read ગીતશાસ્ત્ર Chapter 90 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: ગીતશાસ્ત્ર
Chapter: 90
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading ગીતશાસ્ત્ર Chapter 90 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is ગીતશાસ્ત્ર Chapter 90?
ગીતશાસ્ત્ર Chapter 90 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 90 online for free with easy chapter navigation.
More Chapters from ગીતશાસ્ત્ર
- ગીતશાસ્ત્ર Chapter 99
- ગીતશાસ્ત્ર Chapter 64
- ગીતશાસ્ત્ર Chapter 142
- ગીતશાસ્ત્ર Chapter 125
- ગીતશાસ્ત્ર Chapter 100
- ગીતશાસ્ત્ર Chapter 15
- ગીતશાસ્ત્ર Chapter 68
Explore More from જૂનો કરાર
- ઊત્પત્તિ Chapter 44
- લેવીય Chapter 23
- 1 કાળવૃત્તાંત Chapter 20
- અયૂબ Chapter 21
- ગણના Chapter 21
- હોશિયા Chapter 4
- યશાયા Chapter 33