ગીતશાસ્ત્ર Chapter 80

For English

Read ગીતશાસ્ત્ર Chapter 80 Online

Read ગીતશાસ્ત્ર Chapter 80 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 80

પ્રકરણ 80

1. હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા. કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ, અમને પ્રકાશ આપો!

2. એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો! અમને તારવાને આવ.

3. હે દેવ, અમને તમે ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.

4. હે સૈન્યોના યહોવા દેવ, ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?

5. તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને પુષ્કળ આંસુઓ પાયાં છે.

6. તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.

7. હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

8. તમે વિદેશી રાષ્ટોને હાંકી કાઢયા અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.

9. તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી, તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા, અને તેનાથી દેશ ભરપૂર થયો.

10. તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા, અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.

11. તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.

12. તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?

13. જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.

14. હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો, અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.

15. તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે, જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.

16. તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે. તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

17. તમારા જમણા હાથે જે માણસ છે, અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.

18. તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ; અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું .

19. હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

About ગીતશાસ્ત્ર Chapter 80

Read ગીતશાસ્ત્ર Chapter 80 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 80
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 80 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 80?

ગીતશાસ્ત્ર Chapter 80 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 80 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 125
  3. ગીતશાસ્ત્ર Chapter 64
  4. ગીતશાસ્ત્ર Chapter 142
  5. ગીતશાસ્ત્ર Chapter 35
  6. ગીતશાસ્ત્ર Chapter 15
  7. ગીતશાસ્ત્ર Chapter 143

Explore More from જૂનો કરાર

  1. ગણના Chapter 36
  2. 1 શમુએલ Chapter 2
  3. યર્મિયા Chapter 23
  4. 1 કાળવૃત્તાંત Chapter 20
  5. યર્મિયા Chapter 28
  6. યહોશુઆ Chapter 15
  7. અયૂબ Chapter 28

Related Chapters & Readings

  1. સફન્યા Chapter 1
  2. લૂક Chapter 4
  3. 1 પિતરનો પત્ર Chapter 2
  4. એફેસીઓને પત્ર Chapter 4
  5. પુનર્નિયમ Chapter 34
  6. સભાશિક્ષક Chapter 12
  7. ગીતશાસ્ત્ર Chapter 60
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *