2 કાળવૃત્તાંત Chapter 5

For English

Read 2 કાળવૃત્તાંત Chapter 5 Online

Read 2 કાળવૃત્તાંત Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of 2 કાળવૃત્તાંત in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 2 કાળવૃત્તાંત and the Holy Bible online.

Choose a Chapter

2 કાળવૃત્તાંત 5

પ્રકરણ 5

1. યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમપિર્ત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.

2. ત્યારબાદ સુલેમાને, યહોવાના કરારકોશને સિયોનમાંથી લઇ આવવા માટે, ઇસ્રાએલના બધા આગેવાનોને બધા કુળસમૂહોના અને કુટુંબોના વડીલોને બોલાવ્યા.

3. ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા.

4. ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.

5. લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા.

6. રાજા સુલેમાને અને ભેગા થયેલા આખા ઇસ્રાએલી સમાજે કરારકોશ સમક્ષ ગણ્યાં ગણાય નહિ એટલા ઘેટાં અને બળદોની આહુતિ ચઢાવી.

7. ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે.

8. કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી.

9. કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે.

10. ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.

11. બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં ન હતાં.

12. તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.

13. વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા: “દેવ ઉત્તમ છે! તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.”

14. તે જ સમયે તેજસ્વી વાદળરૂપે યહોવાનું ગૌરવ ઉતરી આવ્યું. અને મંદિર તેનાથી ભરાઇ ગયું, તેથી યાજકો સેવા કરવા માટે મંદિરમાં ઊભા રહી શક્યાં નહિ.

About 2 કાળવૃત્તાંત Chapter 5

Read 2 કાળવૃત્તાંત Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of 2 કાળવૃત્તાંત in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 2 કાળવૃત્તાંત
Chapter: 5
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 2 કાળવૃત્તાંત. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 2 કાળવૃત્તાંત Chapter 5 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 2 કાળવૃત્તાંત Chapter 5?

2 કાળવૃત્તાંત Chapter 5 is part of the Book of 2 કાળવૃત્તાંત in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 2 કાળવૃત્તાંત Chapter 5 online for free with easy chapter navigation.

More Chapters from 2 કાળવૃત્તાંત

  1. 2 કાળવૃત્તાંત Chapter 36
  2. 2 કાળવૃત્તાંત Chapter 32
  3. 2 કાળવૃત્તાંત Chapter 9
  4. 2 કાળવૃત્તાંત Chapter 25
  5. 2 કાળવૃત્તાંત Chapter 21
  6. 2 કાળવૃત્તાંત Chapter 20
  7. 2 કાળવૃત્તાંત Chapter 29

Explore More from જૂનો કરાર

  1. એસ્તેર Chapter 7
  2. નિર્ગમન Chapter 20
  3. એઝરા Chapter 5
  4. ગીતશાસ્ત્ર Chapter 90
  5. લેવીય Chapter 1
  6. 2 રાજાઓ Chapter 4
  7. 2 રાજાઓ Chapter 25

Related Chapters & Readings

  1. યર્મિયા Chapter 31
  2. ન્યાયાધીશો Chapter 11
  3. યશાયા Chapter 57
  4. ઊત્પત્તિ Chapter 36
  5. યહોશુઆ Chapter 1
  6. કલોસ્સીઓને પત્ર Chapter 4
  7. ઝખર્યા Chapter 10
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *