ગીતશાસ્ત્ર Chapter 65

For English

Read ગીતશાસ્ત્ર Chapter 65 Online

Read ગીતશાસ્ત્ર Chapter 65 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 65

પ્રકરણ 65

1. હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ; અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.

2. તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.

3. અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.

4. તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.

5. હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.

6. દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં. તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.

7. તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને, તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.

8. આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.

9. તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છે. દેવની નદી પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે.

10. તમે ખેતરનાં ચાસોને વરસાદનું પાણી આપો છો, વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો, અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.

11. તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો. તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.

12. વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.

13. વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે, અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે; આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે. અને હા, તેઓ ગીતો ગાય છે.

About ગીતશાસ્ત્ર Chapter 65

Read ગીતશાસ્ત્ર Chapter 65 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 65
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 65 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 65?

ગીતશાસ્ત્ર Chapter 65 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 65 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 142
  4. ગીતશાસ્ત્ર Chapter 125
  5. ગીતશાસ્ત્ર Chapter 100
  6. ગીતશાસ્ત્ર Chapter 15
  7. ગીતશાસ્ત્ર Chapter 68

Explore More from જૂનો કરાર

  1. યર્મિયા Chapter 2
  2. ગણના Chapter 8
  3. ગીતશાસ્ત્ર Chapter 10
  4. સભાગીત Chapter 1
  5. 2 રાજાઓ Chapter 11
  6. ગીતશાસ્ત્ર Chapter 150
  7. 1 રાજાઓ Chapter 19

Related Chapters & Readings

  1. યહોશુઆ Chapter 21
  2. ગીતશાસ્ત્ર Chapter 66
  3. યશાયા Chapter 62
  4. 1 શમુએલ Chapter 9
  5. દાનિયેલ Chapter 4
  6. યોહાન Chapter 21
  7. ઊત્પત્તિ Chapter 46
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *