ગીતશાસ્ત્ર Chapter 140

For English

Read ગીતશાસ્ત્ર Chapter 140 Online

Read ગીતશાસ્ત્ર Chapter 140 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.

Choose a Chapter

ગીતશાસ્ત્ર 140

પ્રકરણ 140

1. હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો; જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.

2. તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે; ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.

3. તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે; અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.

4. હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો; જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે; એવા હિંસક માણસોથી તમે મને બચાવો.

5. હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે; આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે; તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.

6. મેં યહોવાને કહ્યું; તમે મારા દેવ છો; હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.

7. હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

8. હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય. તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ; નહિ તો તેઓ ઊંચા ઊઠશે.

9. તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.

10. ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.

11. જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ, તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!

12. મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે, અને ગરીબોનો હક જાળવશે.

13. યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.

About ગીતશાસ્ત્ર Chapter 140

Read ગીતશાસ્ત્ર Chapter 140 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ગીતશાસ્ત્ર
Chapter: 140
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ગીતશાસ્ત્ર Chapter 140 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ગીતશાસ્ત્ર Chapter 140?

ગીતશાસ્ત્ર Chapter 140 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 140 online for free with easy chapter navigation.

More Chapters from ગીતશાસ્ત્ર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. ગીતશાસ્ત્ર Chapter 100
  5. ગીતશાસ્ત્ર Chapter 142
  6. ગીતશાસ્ત્ર Chapter 68
  7. ગીતશાસ્ત્ર Chapter 35

Explore More from જૂનો કરાર

  1. ઊત્પત્તિ Chapter 17
  2. યશાયા Chapter 59
  3. ગીતશાસ્ત્ર Chapter 56
  4. હોશિયા Chapter 9
  5. 2 શમુએલ Chapter 17
  6. 1 શમુએલ Chapter 16
  7. 1 કાળવૃત્તાંત Chapter 23

Related Chapters & Readings

  1. પુનર્નિયમ Chapter 22
  2. યર્મિયા Chapter 45
  3. યશાયા Chapter 40
  4. યાકૂબનો પત્ર Chapter 1
  5. ગીતશાસ્ત્ર Chapter 73
  6. યહેજ્કેલ Chapter 27
  7. ગણના Chapter 34
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *