Read ગીતશાસ્ત્ર Chapter 92 Online
Read ગીતશાસ્ત્ર Chapter 92 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ગીતશાસ્ત્ર and the Holy Bible online.
Choose a Chapter
ગીતશાસ્ત્ર 92
પ્રકરણ 92
1. યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2. દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3. પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4. હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5. હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6. ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7. દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8. પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9. હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10. પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11. મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12. સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13. યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે; તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14. તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15. તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે. તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
About ગીતશાસ્ત્ર Chapter 92
Read ગીતશાસ્ત્ર Chapter 92 online from the Holy Bible. This chapter is part of the Book of ગીતશાસ્ત્ર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: ગીતશાસ્ત્ર
Chapter: 92
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading ગીતશાસ્ત્ર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading ગીતશાસ્ત્ર Chapter 92 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is ગીતશાસ્ત્ર Chapter 92?
ગીતશાસ્ત્ર Chapter 92 is part of the Book of ગીતશાસ્ત્ર in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete ગીતશાસ્ત્ર Chapter 92 online for free with easy chapter navigation.
More Chapters from ગીતશાસ્ત્ર
- ગીતશાસ્ત્ર Chapter 99
- ગીતશાસ્ત્ર Chapter 125
- ગીતશાસ્ત્ર Chapter 64
- ગીતશાસ્ત્ર Chapter 142
- ગીતશાસ્ત્ર Chapter 35
- ગીતશાસ્ત્ર Chapter 15
- ગીતશાસ્ત્ર Chapter 143
Explore More from જૂનો કરાર
- યર્મિયા Chapter 35
- 2 શમુએલ Chapter 18
- યહેજ્કેલ Chapter 31
- લેવીય Chapter 15
- ગણના Chapter 30
- પુનર્નિયમ Chapter 5
- હોશિયા Chapter 3