અયૂબ Chapter 42

For English

Read અયૂબ Chapter 42 Online

Read અયૂબ Chapter 42 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of અયૂબ and the Holy Bible online.

Choose a Chapter

અયૂબ 42

પ્રકરણ 42

1. ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:

2. “હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે. તને કોઇ અટકાવી શકે તેમ નથી.

3. યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: “આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?” મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.

4. તેં કહ્યું હતું કે,”સવાલ પૂછવાનો વારો મારો છે ને જવાબ આપવાનો વારો તારો છે.’

5. આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.

6. અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

7. યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ.”

8. તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

9. અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10. ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું.

11. અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.

12. યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી.

13. તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં.

14. અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું.

15. સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.

16. ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ.

17. આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો. 

About અયૂબ Chapter 42

Read અયૂબ Chapter 42 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: અયૂબ
Chapter: 42
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading અયૂબ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading અયૂબ Chapter 42 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is અયૂબ Chapter 42?

અયૂબ Chapter 42 is part of the Book of અયૂબ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete અયૂબ Chapter 42 online for free with easy chapter navigation.

More Chapters from અયૂબ

  1. અયૂબ Chapter 15
  2. અયૂબ Chapter 5
  3. અયૂબ Chapter 41
  4. અયૂબ Chapter 33
  5. અયૂબ Chapter 12
  6. અયૂબ Chapter 37
  7. અયૂબ Chapter 35

Explore More from જૂનો કરાર

  1. યર્મિયા Chapter 34
  2. ઊત્પત્તિ Chapter 20
  3. સભાશિક્ષક Chapter 4
  4. નીતિવચનો Chapter 28
  5. યશાયા Chapter 54
  6. ગીતશાસ્ત્ર Chapter 81
  7. ગીતશાસ્ત્ર Chapter 111

Related Chapters & Readings

  1. હબાક્કુક Chapter 3
  2. 1 કાળવૃત્તાંત Chapter 22
  3. 2 કાળવૃત્તાંત Chapter 8
  4. 2 થેસ્સલોનિકીઓને પત્ર Chapter 1
  5. પ્રકટીકરણ Chapter 5
  6. ફિલેમોને પત્ર Chapter 1
  7. યહોશુઆ Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *