નિર્ગમન Chapter 31

For English

Read નિર્ગમન Chapter 31 Online

Read નિર્ગમન Chapter 31 online from the Holy Bible. This chapter is part of the Book of નિર્ગમન in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નિર્ગમન and the Holy Bible online.

Choose a Chapter

નિર્ગમન 31

પ્રકરણ 31

1. વળી યહોવાએ મૂસાને કહ્યું,

2. “જુઓ, મેં યહૂદાના કુળસમૂહના હૂરના પુત્ર ઉરીના દીકરા બસાલએલને ખાસ પસંદ કર્યો છે.

3. મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે.

4. મેં તેને નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં સોનાચાંદીને કાંસાની વસ્તુઓ બનાવવામાં,

5. રત્નોને પહેલ પાડવામાં, લાકડામાં કોતરણી કરવામાં તથા બધી જાતના નકશીકામ કરવામાં કુશળ બનાવ્યો છે.

6. વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે:

7. મુલાકાત મંડપ, કરારકોશ, તેનું ઢાંકણું, મંડપનું બધું રાચરચીલું;

8. બાજઠ અને તેનાં સાધનો, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી,

9. દહનાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કૂંડી અને તેની ધોડી.

10. યાજક હારુન અને તેના પુત્રો માંટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,

11. અભિષેક માંટેનું તેલ અને પવિત્રસ્થાનક માંટેનો સુગંધીદાર ધૂપ.તેમણે આ બધી જ સામગ્રી મેં જણાવ્યું છે તે પ્રમાંણે બરાબર બનાવવી.”

12. યહોવાએ મૂસાને કહ્યું,

13. “ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ’ દિને વિશ્રામ કરે. કારણ કે ‘સાબ્બાથ’ માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે.

14. “‘આથી તમાંરે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમાંરા માંટે એ પવિત્ર દિવસ છે, જે કોઈ એની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાંજમાંથી બહિષ્કાર કરજો.

15. તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસ સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ મને સમર્પિત થયેલો પવિત્ર દિવસ છે. જે કોઈ તે દિવસે કામ કરે તેને મોતની સજા કરવી.

16. ઇસ્રાએલના લોકોએ માંરી અને તેમની વચ્ચેના કરારની સ્મૃતિ તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. કારણ કે,

17. સાબ્બાથ માંરી અને ઇસ્રાએલી લોકોની વચ્ચે હમેશની નિશાની રહેશે, કેમકે મેં, યહોવાએ છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે મેં કામ બંધ કર્યુ અને વિશ્રામ કર્યો.

18. સિનાઈના પર્વત ઉપર મૂસા સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરીને યહોવાએ તેને બે સ્માંરક તકતીઓ અર્પણ કરી; એ પથ્થરની તકતીઓ દેવની આંગળી વડે લખાયેલ દશ આજ્ઞાઓવાળી હતી.

About નિર્ગમન Chapter 31

Read નિર્ગમન Chapter 31 online from the Holy Bible. This chapter is part of the Book of નિર્ગમન in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નિર્ગમન
Chapter: 31
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નિર્ગમન. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નિર્ગમન Chapter 31 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નિર્ગમન Chapter 31?

નિર્ગમન Chapter 31 is part of the Book of નિર્ગમન in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નિર્ગમન Chapter 31 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. યશાયા Chapter 32
  4. ગીતશાસ્ત્ર Chapter 125
  5. ગીતશાસ્ત્ર Chapter 64
  6. 2 શમુએલ Chapter 19
  7. ગણના Chapter 20

Explore More from નિર્ગમન

  1. નિર્ગમન Chapter 22
  2. નિર્ગમન Chapter 38
  3. નિર્ગમન Chapter 26
  4. નિર્ગમન Chapter 21
  5. નિર્ગમન Chapter 8
  6. નિર્ગમન Chapter 29
  7. નિર્ગમન Chapter 37

Related Chapters & Readings

  1. 1 શમુએલ Chapter 17
  2. 1 શમુએલ Chapter 11
  3. 1 કાળવૃત્તાંત Chapter 19
  4. 2 શમુએલ Chapter 17
  5. ગણના Chapter 25
  6. રોમનોને પત્ર Chapter 13
  7. યહેજ્કેલ Chapter 48
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *