Read અયૂબ Chapter 18 Online
Read અયૂબ Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of અયૂબ and the Holy Bible online.
Choose a Chapter
અયૂબ 18
પ્રકરણ 18
1. એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે,
2. “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ? સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ.
3. તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો? અને શા માટે અમને મૂર્ખ માનો છો?
4. અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?
5. હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યંુ જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.
6. તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે. તેની પાસેનો દીવો હોલવાઇ જશે.
7. તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.
8. તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે.
9. ફાસલો તેના પગની પાની પકડી લે છે, એના પાશમાં તે જકડાઇ જાય છે.
10. જમીન પર જાળ સંતાઇને પડી હશેે, તેનાં માર્ગમાં એ પાથરેલી હશે.
11. એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે.
12. ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે. વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે.
13. ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે. એના હાથ, પગ કોહવાઇ જશે.
14. એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે.
15. જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.
16. તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.
17. આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ.
18. પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
19. તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે.
20. પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું. અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે.
21. દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે, જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.”
About અયૂબ Chapter 18
Read અયૂબ Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: અયૂબ
Chapter: 18
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading અયૂબ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading અયૂબ Chapter 18 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is અયૂબ Chapter 18?
અયૂબ Chapter 18 is part of the Book of અયૂબ in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete અયૂબ Chapter 18 online for free with easy chapter navigation.
More Chapters from અયૂબ
- અયૂબ Chapter 41
- અયૂબ Chapter 33
- અયૂબ Chapter 15
- અયૂબ Chapter 5
- અયૂબ Chapter 35
- અયૂબ Chapter 12
- અયૂબ Chapter 37
Explore More from જૂનો કરાર
- ગીતશાસ્ત્ર Chapter 81
- યશાયા Chapter 33
- 2 શમુએલ Chapter 19
- યહોશુઆ Chapter 23
- મીખાહ Chapter 2
- ગીતશાસ્ત્ર Chapter 10
- યહેજ્કેલ Chapter 34