અયૂબ Chapter 5

For English

Read અયૂબ Chapter 5 Online

Read અયૂબ Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of અયૂબ and the Holy Bible online.

Choose a Chapter

અયૂબ 5

પ્રકરણ 5

1. “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે?

2. ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે, ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે.

3. મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે.

4. તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.

5. તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!

6. જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી.

7. પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે.

8. છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ.

9. દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે.

10. તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે અને ખેતરોમાં જળ પહોંચાડે છે.

11. તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.

12. તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.

13. કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે.

14. ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે.

15. દેવ ગરીબને મોતમાંથી બચાવે છે. તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે.

16. તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે.

17. દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે, માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ.

18. કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે.

19. તેઓ તમને છ આફતોમાંથી બચાવશે, સાતમીથી તમને દુ:ખ થશે નહિ.

20. તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.

21. નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ, અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.

22. વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ,

23. તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે, જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે.

24. તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ, અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે.

25. તને પુષ્કળ સંતાનો થશે અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.

26. તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ, તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ.

27. અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”

About અયૂબ Chapter 5

Read અયૂબ Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: અયૂબ
Chapter: 5
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading અયૂબ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading અયૂબ Chapter 5 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is અયૂબ Chapter 5?

અયૂબ Chapter 5 is part of the Book of અયૂબ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete અયૂબ Chapter 5 online for free with easy chapter navigation.

More Chapters from અયૂબ

  1. અયૂબ Chapter 41
  2. અયૂબ Chapter 33
  3. અયૂબ Chapter 15
  4. અયૂબ Chapter 37
  5. અયૂબ Chapter 35
  6. અયૂબ Chapter 29
  7. અયૂબ Chapter 17

Explore More from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 85
  2. અયૂબ Chapter 16
  3. યશાયા Chapter 35
  4. 1 શમુએલ Chapter 15
  5. યહેજ્કેલ Chapter 47
  6. નીતિવચનો Chapter 24
  7. યહોશુઆ Chapter 19

Related Chapters & Readings

  1. ગીતશાસ્ત્ર Chapter 78
  2. યહોશુઆ Chapter 1
  3. ગીતશાસ્ત્ર Chapter 32
  4. યશાયા Chapter 10
  5. યોહાન Chapter 18
  6. 2 કાળવૃત્તાંત Chapter 6
  7. 2 રાજાઓ Chapter 16
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *