અયૂબ Chapter 2

For English

Read અયૂબ Chapter 2 Online

Read અયૂબ Chapter 2 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of અયૂબ and the Holy Bible online.

Choose a Chapter

અયૂબ 2

પ્રકરણ 2

1. ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો.

2. યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?”શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.”

3. યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કમોર્ કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર,અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”

4. શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે.

5. તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.”

6. પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.”

7. પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો.

8. તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો.

9. તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!”

10. પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.

11. આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.

12. તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં.

13. તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. કારણકે તેઓએ જોયું કે અયૂબનું દુ:ખ ખૂબ વિશાળ હતું.

About અયૂબ Chapter 2

Read અયૂબ Chapter 2 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: અયૂબ
Chapter: 2
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading અયૂબ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading અયૂબ Chapter 2 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is અયૂબ Chapter 2?

અયૂબ Chapter 2 is part of the Book of અયૂબ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete અયૂબ Chapter 2 online for free with easy chapter navigation.

More Chapters from અયૂબ

  1. અયૂબ Chapter 41
  2. અયૂબ Chapter 33
  3. અયૂબ Chapter 15
  4. અયૂબ Chapter 5
  5. અયૂબ Chapter 12
  6. અયૂબ Chapter 37
  7. અયૂબ Chapter 35

Explore More from જૂનો કરાર

  1. 1 કાળવૃત્તાંત Chapter 18
  2. 1 કાળવૃત્તાંત Chapter 27
  3. 1 શમુએલ Chapter 9
  4. યહોશુઆ Chapter 3
  5. હબાક્કુક Chapter 3
  6. પુનર્નિયમ Chapter 17
  7. ગીતશાસ્ત્ર Chapter 30

Related Chapters & Readings

  1. રોમનોને પત્ર Chapter 9
  2. નીતિવચનો Chapter 11
  3. ફિલિપ્પીઓને પત્ર Chapter 4
  4. હોશિયા Chapter 6
  5. 1 રાજાઓ Chapter 18
  6. ગણના Chapter 27
  7. પુનર્નિયમ Chapter 6
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *