અયૂબ Chapter 1

For English

Read અયૂબ Chapter 1 Online

Read અયૂબ Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of અયૂબ and the Holy Bible online.

Choose a Chapter

અયૂબ 1

પ્રકરણ 1

1. ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો.

2. તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા.

3. તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.

4. અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા.

5. તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.

6. એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો.

7. યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.”

8. પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.”

9. શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે?

10. તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે.

11. એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?”

12. યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ” એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.

13. એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે,

14. એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા.

15. એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”

16. જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”

17. તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”

18. જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ.

19. પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”

20. પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી.

21. કહ્યું કે,“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નગ્ન આવ્યો હતો અને મારા મૃત્યુ સમયે પણ મારી પાસે કશું જ નહિ હોય.યહોવાએ આપ્યું, અને યહોવાએ લઇ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”

22. આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.

About અયૂબ Chapter 1

Read અયૂબ Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of અયૂબ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: અયૂબ
Chapter: 1
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading અયૂબ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading અયૂબ Chapter 1 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is અયૂબ Chapter 1?

અયૂબ Chapter 1 is part of the Book of અયૂબ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete અયૂબ Chapter 1 online for free with easy chapter navigation.

More Chapters from અયૂબ

  1. અયૂબ Chapter 41
  2. અયૂબ Chapter 33
  3. અયૂબ Chapter 15
  4. અયૂબ Chapter 17
  5. અયૂબ Chapter 12
  6. અયૂબ Chapter 5
  7. અયૂબ Chapter 37

Explore More from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 20
  2. યશાયા Chapter 35
  3. યર્મિયા Chapter 1
  4. પુનર્નિયમ Chapter 23
  5. યહોશુઆ Chapter 15
  6. ગીતશાસ્ત્ર Chapter 145
  7. દાનિયેલ Chapter 11

Related Chapters & Readings

  1. 2 કાળવૃત્તાંત Chapter 36
  2. ફિલિપ્પીઓને પત્ર Chapter 4
  3. એસ્તેર Chapter 6
  4. માથ્થી Chapter 16
  5. યહોશુઆ Chapter 16
  6. યોહાન Chapter 16
  7. 1 રાજાઓ Chapter 14
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *