નીતિવચનો Chapter 13

For English

Read નીતિવચનો Chapter 13 Online

Read નીતિવચનો Chapter 13 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નીતિવચનો and the Holy Bible online.

Choose a Chapter

નીતિવચનો 13

પ્રકરણ 13

1. જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી.

2. સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

3. મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

4. આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

5. સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.

6. સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,

7. કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે, તો કોઇ ભંડાર ભરેલા હોવા છતાં કંગાળ હોવાનો દેખાવ કરે છે.

8. ધનવાન વ્યકિત પૈસા આપીને પોતાનો જીવ બચાવે છે, પણ નિર્ધન વ્યકિતને પોતાના જીવ માટે ધમકી સાંભળવી પડતી નથી.

9. સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.

10. અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.

11. સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.

12. આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.

13. શિખામણને નકારનાર આફત નોતરે છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

14. જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.

15. સારી સમજશકિત સન્માન પામે છે, વિશ્વાસઘાતી લોકો, વિનાશને નોતરે છે.

16. પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે.

17. એક દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં મૂકાઇ જાય છે; પણ વિશ્વાસુ સંદેશવાહક સાંત્વન લાવે છે.

18. શિખામણ ફગાવી દેનારના ભાગ્યમાં ગરીબી અને અપમાન છે, સુધારાઓને સ્વીકારનારને સન્માન મળે છે.

19. ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂખોર્ને માટે આઘાત જનક લાગે છે.

20. જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

21. દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.

22. એક ભલો માણસ પોતાનાં છોકરાંના છોકરાને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન પુણ્યશાળી માટે ભરી મૂકવામાં આવે છે.

23. ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે.

24. જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.

25. સજ્જન પેટ ભરીને ખાય છે, પણ દુર્જનનું પેટ ખાલીને ખાલી રહે છે.

About નીતિવચનો Chapter 13

Read નીતિવચનો Chapter 13 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નીતિવચનો
Chapter: 13
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નીતિવચનો. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નીતિવચનો Chapter 13 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નીતિવચનો Chapter 13?

નીતિવચનો Chapter 13 is part of the Book of નીતિવચનો in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નીતિવચનો Chapter 13 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 97
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. 2 શમુએલ Chapter 16
  4. ગીતશાસ્ત્ર Chapter 125
  5. પુનર્નિયમ Chapter 11
  6. યર્મિયા Chapter 26
  7. ગીતશાસ્ત્ર Chapter 99

Explore More from નીતિવચનો

  1. નીતિવચનો Chapter 17
  2. નીતિવચનો Chapter 19
  3. નીતિવચનો Chapter 9
  4. નીતિવચનો Chapter 4
  5. નીતિવચનો Chapter 11
  6. નીતિવચનો Chapter 25
  7. નીતિવચનો Chapter 31

Related Chapters & Readings

  1. હાગ્ગાય Chapter 2
  2. ગીતશાસ્ત્ર Chapter 33
  3. પુનર્નિયમ Chapter 16
  4. એઝરા Chapter 2
  5. લેવીય Chapter 22
  6. 1 કાળવૃત્તાંત Chapter 18
  7. માથ્થી Chapter 5
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *