1 કાળવૃત્તાંત Chapter 18

For English

Read 1 કાળવૃત્તાંત Chapter 18 Online

Read 1 કાળવૃત્તાંત Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of 1 કાળવૃત્તાંત in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 1 કાળવૃત્તાંત and the Holy Bible online.

Choose a Chapter

1 કાળવૃત્તાંત 18

પ્રકરણ 18

1. એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં.

2. તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

3. એ પછી દાઉદે ફ્રાત નદીની આસપાસના પ્રદેશ પર કબજો જમાવવા જતા સોબાહના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો.

4. દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.

5. દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદારએઝેરની વહારે આવ્યાં તો દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા.

6. અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.

7. દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો.

8. વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.

9. હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે,

10. તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો.

11. તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.

12. સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા.

13. સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

14. દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં.

15. સરૂયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.

16. અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો.

17. યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.

About 1 કાળવૃત્તાંત Chapter 18

Read 1 કાળવૃત્તાંત Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of 1 કાળવૃત્તાંત in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 1 કાળવૃત્તાંત
Chapter: 18
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 1 કાળવૃત્તાંત. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 1 કાળવૃત્તાંત Chapter 18 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 1 કાળવૃત્તાંત Chapter 18?

1 કાળવૃત્તાંત Chapter 18 is part of the Book of 1 કાળવૃત્તાંત in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 1 કાળવૃત્તાંત Chapter 18 online for free with easy chapter navigation.

More Chapters from 1 કાળવૃત્તાંત

  1. 1 કાળવૃત્તાંત Chapter 29
  2. 1 કાળવૃત્તાંત Chapter 23
  3. 1 કાળવૃત્તાંત Chapter 1
  4. 1 કાળવૃત્તાંત Chapter 25
  5. 1 કાળવૃત્તાંત Chapter 21
  6. 1 કાળવૃત્તાંત Chapter 17
  7. 1 કાળવૃત્તાંત Chapter 14

Explore More from જૂનો કરાર

  1. યોએલ Chapter 2
  2. યહેજ્કેલ Chapter 45
  3. નિર્ગમન Chapter 21
  4. નહેમ્યા Chapter 4
  5. ગણના Chapter 15
  6. ઊત્પત્તિ Chapter 21
  7. 2 કાળવૃત્તાંત Chapter 9

Related Chapters & Readings

  1. અયૂબ Chapter 16
  2. યહેજ્કેલ Chapter 36
  3. યશાયા Chapter 46
  4. ગણના Chapter 1
  5. 1 રાજાઓ Chapter 1
  6. યશાયા Chapter 27
  7. યહેજ્કેલ Chapter 14
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *