યશાયા Chapter 50

For English

Read યશાયા Chapter 50 Online

Read યશાયા Chapter 50 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યશાયા and the Holy Bible online.

Choose a Chapter

યશાયા 50

પ્રકરણ 50

1. યહોવા પૂછે છે, “શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીં આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવીં હતી.

2. હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.

3. આકાશ જાણે શોક પાળતું હોય તેમ, હું તેને અંધકારથી આચ્છાદિત કરુ છું.”

4. યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

5. યહોવા મારા દેવે મારા કાન ઉઘાડ્યા છે, મેં નથી આજ્ઞાભંગ કર્યો કે, નથી પાછા પગલા ભર્યા.

6. મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી.

7. પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.

8. મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો!

9. જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!

10. તમારામાંથી એવો કોઇ છે જે યહોવાનો ડર રાખતો હોય? તેના સેવકની આજ્ઞા પાળતો હોય? જે અંધારામાં દીવા વગર ચાલતો હોય તોતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખે, અને તેનો આધાર લે.

11. “પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”

About યશાયા Chapter 50

Read યશાયા Chapter 50 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યશાયા
Chapter: 50
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યશાયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યશાયા Chapter 50 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યશાયા Chapter 50?

યશાયા Chapter 50 is part of the Book of યશાયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યશાયા Chapter 50 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગણના Chapter 20
  4. યશાયા Chapter 32
  5. નીતિવચનો Chapter 16
  6. ગીતશાસ્ત્ર Chapter 64
  7. 2 શમુએલ Chapter 19

Explore More from યશાયા

  1. યશાયા Chapter 16
  2. યશાયા Chapter 46
  3. યશાયા Chapter 62
  4. યશાયા Chapter 49
  5. યશાયા Chapter 15
  6. યશાયા Chapter 45
  7. યશાયા Chapter 52

Related Chapters & Readings

  1. 2 પિતરનો પત્ર Chapter 3
  2. ઊત્પત્તિ Chapter 39
  3. ગીતશાસ્ત્ર Chapter 3
  4. ગીતશાસ્ત્ર Chapter 101
  5. ગીતશાસ્ત્ર Chapter 9
  6. ઊત્પત્તિ Chapter 32
  7. રોમનોને પત્ર Chapter 13
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *