નીતિવચનો Chapter 22

For English

Read નીતિવચનો Chapter 22 Online

Read નીતિવચનો Chapter 22 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નીતિવચનો and the Holy Bible online.

Choose a Chapter

નીતિવચનો 22

પ્રકરણ 22

1. વિપુલ સંપત્તિ કરતાં સારી પ્રતિષ્ઠા અને સોનારૂપાં કરતાં ઉચ્ચ આદર વધારે ઇચ્છવાજોગ છે.

2. દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને ર્સજ્યા છે.

3. ડાહ્યો વ્યકિત આફતને આવતી જોઇને સંતાઇ જાય છે. મૂર્ખ વ્યકિત આગળ વધતી રહે છે અને દંડાય છે.

4. ધન, આબરૂ તથા જીવનએ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.

5. વક્ર વ્યકિતના માર્ગમાં કાંટા અને છટકા હોય છે; પણ જે વ્યકિતને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.

6. બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ.

7. ધનવાન ગરીબ ઉપર દોર ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.

8. જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેમાં ક્રોધની સોટી તેનો અંત લાવશે.

9. ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

10. ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.

11. જે વ્યકિતનું હૃદય નિર્મળ છે અને જે મીઠી વાણી બોલે છે, રાજા તેનો મિત્ર થશે.

12. યહોવાની દ્રષ્ટિ જ્ઞાનની રક્ષા કરે છે ને ધોખાબાજ માણસોની વાણીને ઊંધી પાડે છે.

13. આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.

14. પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઇ જેવું છે, જે તેમાં પડે છે તેના ઉપર યહોવાનો કોપ ઉતરે છે.

15. બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.

16. જે ધનવાન થવા માટે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને ઇનામ આપે છે તે પોતે તો ગરીબ જ રહે છે.

17. જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ, અને હું તને જે સલાહ આપું છું તેમાં તારું ચિત્ત લગાડ.

18. જો તું તેને ખુશ ગણતો હોય અને તું તેને તારા હૃદયમાં સંઘરી રાખીશ તો તેઓ સદા તારા હોઠ પર રહેશે.

19. હું તને આજે આ બધું એટલા માટે કહું છું કે યહોવા ઉપર તારો વિશ્વાસ બેસે.

20. મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે,

21. આના દ્વારા તું સત્ય જ્ઞાન પામીશ અને તેથી તું ભરોસા પાત્ર અહેવાલ લઇને તને જેણે મોકલ્યો છે તેની પાસે જઇ શકે.

22. ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.

23. કારણ કે યહોવા તેમનો પક્ષ લેશે અને તેમનું હરી લેનારના પ્રાણ હરી લેશે.

24. ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર.

25. રખેને તું તેના જેવું વર્તન કરતાં શીખે અને જીવને જોખમમાં નાખે.

26. કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ.

27. જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે.

28. તારા પિતૃઓએ તોડેલા જૂના સીમાના પથ્થર હઠાવીશ નહિ.

29. પોતાના કામમાં કુશળ માણસને તું જુએ તો જાણજે કે, તે તો રાજાઓની હાજરીમાં રહેશે, હલકા માણસોની હાજરીમાં નહિ રહે.

About નીતિવચનો Chapter 22

Read નીતિવચનો Chapter 22 online from the Holy Bible. This chapter is part of the Book of નીતિવચનો in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નીતિવચનો
Chapter: 22
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નીતિવચનો. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નીતિવચનો Chapter 22 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નીતિવચનો Chapter 22?

નીતિવચનો Chapter 22 is part of the Book of નીતિવચનો in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નીતિવચનો Chapter 22 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 64
  2. 2 શમુએલ Chapter 16
  3. પુનર્નિયમ Chapter 11
  4. ગણના Chapter 24
  5. ગીતશાસ્ત્ર Chapter 97
  6. આમોસ Chapter 1
  7. ગીતશાસ્ત્ર Chapter 111

Explore More from નીતિવચનો

  1. નીતિવચનો Chapter 2
  2. નીતિવચનો Chapter 14
  3. નીતિવચનો Chapter 11
  4. નીતિવચનો Chapter 5
  5. નીતિવચનો Chapter 19
  6. નીતિવચનો Chapter 13
  7. નીતિવચનો Chapter 17

Related Chapters & Readings

  1. યર્મિયા Chapter 34
  2. ઊત્પત્તિ Chapter 43
  3. યર્મિયાનો વિલાપ Chapter 5
  4. 2 થેસ્સલોનિકીઓને પત્ર Chapter 2
  5. 1 કરિંથીઓને પત્ર Chapter 10
  6. પ્રેરિતોનાં કૃત્યો Chapter 18
  7. ન્યાયાધીશો Chapter 5
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *