યર્મિયાનો વિલાપ Chapter 5

For English

Read યર્મિયાનો વિલાપ Chapter 5 Online

Read યર્મિયાનો વિલાપ Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયાનો વિલાપ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યર્મિયાનો વિલાપ and the Holy Bible online.

Choose a Chapter

યર્મિયાનો વિલાપ 5

પ્રકરણ 5

1. હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર; ને અપમાન પર નજર કર.

2. દેશ વિદેશીઓના હાથમાં ગયો છે, અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.

3. અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ, ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.

4. પીવાના પાણીના પૈસા આપવા પડે છે. અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.

5. અમારી ડોક પર ઝૂંસરી મૂકી અમને પશુની જેમ હાંકવામાં આવે છે. અમે હવે અનહદ થાકી ગાય છીએ; અમને વિશ્રામ મળતો નથી.

6. અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.

7. પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી. અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.

8. શાસન કરે છે ગુલામો અમારા પર. તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી.

9. જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે; વગડામાં તરવારનું જોખમ છે.

10. દુકાળની ભડભડતી અગનજાળથી અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.

11. અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે, અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં.

12. અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે, અને વડીલોને કોઇ માન આપતું નથી.

13. જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે. અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

14. વડીલો હવે ચોરે બેસતા નથી. જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે

15. અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે. અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે.

16. અમારે માથેથી મુગટ પડી ગયો છે, દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.

17. આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે, અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.

18. કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા, જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.

19. પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.

20. તું શા કારણે અમને ભૂલી જાય છે? તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?

21. અમને પાછા લઇ લે, હે યહોવા! ત્યારે અમે ફરીથી તારા થઇ જઇશું. અમને નવું જીવન આપ જેવું તેં ઘણા વર્ષ પહેલા કર્યું હતું.

22. પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે; તું અમારા પર બહુ કોપાપમાન થયો છે. 

About યર્મિયાનો વિલાપ Chapter 5

Read યર્મિયાનો વિલાપ Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયાનો વિલાપ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યર્મિયાનો વિલાપ
Chapter: 5
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યર્મિયાનો વિલાપ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યર્મિયાનો વિલાપ Chapter 5 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યર્મિયાનો વિલાપ Chapter 5?

યર્મિયાનો વિલાપ Chapter 5 is part of the Book of યર્મિયાનો વિલાપ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યર્મિયાનો વિલાપ Chapter 5 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. યશાયા Chapter 32
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. ગીતશાસ્ત્ર Chapter 99
  5. ગીતશાસ્ત્ર Chapter 64
  6. 2 શમુએલ Chapter 19
  7. ગણના Chapter 20

Explore More from યર્મિયાનો વિલાપ

  1. યર્મિયાનો વિલાપ Chapter 1
  2. યર્મિયાનો વિલાપ Chapter 3
  3. યર્મિયાનો વિલાપ Chapter 4
  4. યર્મિયાનો વિલાપ Chapter 2

Related Chapters & Readings

  1. અયૂબ Chapter 26
  2. યર્મિયા Chapter 39
  3. માલાખી Chapter 1
  4. લેવીય Chapter 2
  5. યહેજ્કેલ Chapter 16
  6. 1 રાજાઓ Chapter 13
  7. ન્યાયાધીશો Chapter 9
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *