ઝખર્યા Chapter 7

For English

Read ઝખર્યા Chapter 7 Online

Read ઝખર્યા Chapter 7 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઝખર્યા and the Holy Bible online.

Choose a Chapter

ઝખર્યા 7

પ્રકરણ 7

1. રાજા દાર્યાવેશના અમલના ચોથા વર્ષના એટલે કે કિસ્લેવ મહિનાની ચોથી તારીખે ઝખાર્યાને યહોવાની વાણી સંભળાઇ.

2. હવે બેથેલ નગરના યહૂદી લોકોએ રાજાના મુખ્ય વહીવટી અધિકારી શારએસેર અને રેગમ-મેલેખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યરૂશાલેમમાં મોકલ્યું કે તેઓ યહોવાની કૃપા માટે વિનંતી કરે.

3. અને તેમના મંદિરના યાજકોને અને પ્રબોધકોને એવું પુછવા માટે મોકલ્યા હતા કે, “અમે ઘણા વર્ષથી કરતા આવ્યા છીએ તે પ્રમાણે પાંચમાં મહિને મંદિરના થયેલા વિનાશ માટે શોક પાળવો અને ઉપવાસ કરવો?”

4. ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું;

5. “જ્યારે તમે બેથેલ પાછા ફરશો ત્યારે તમારા સર્વ લોકોને અને તમારા યાજકોને કહો, બંદીવાસનાં સિત્તેર વર્ષ દરમ્યાન તમે ઓગષ્ટ અને ઓકટોબર મહિનામાં ઉપવાસ કરતા હતા. અને શોક પાળતા હતા ત્યારે શું તમે તમારા પાપોનો ત્યાગ કરીને મારી તરફ પાછા ફરવામાં પ્રામાણિક હતા? ના, તમે તેમ કર્યું નહોતું.

6. અને જ્યારે તમે ખાઓ છો અને પીઓ છો ત્યારે તમે તમારે પોતાને માટે જ ખાતાપીતા નથી?

7. જ્યારે યરૂશાલેમ અને તેની આસપાસના નગરો વસેલાં અને શાંતિમાં હતા અને દક્ષિણમાં નીચાણના પ્રદેશ વસ્તીવાળા હતા. ત્યારે પહેલાના પ્રબોધકો મારફતે યહોવાએ આ જ ઘોષણા નહોતી કરી?”

8. યહોવાની વાણી ઝખાર્યાને આ મુજબ સંભળાઇ:

9. સૈન્યોનો દેવ યહોવા કહે છે: “સાચો ન્યાય આપો, એકબીજા પ્રત્યે દયા અને કરૂણા દર્શાવો.”

10. તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે. અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.”

11. તમારા પિતૃઓએ તેમને સાંભળવાનો ઇન્કાર કર્યો, તેઓ હઠીલા થઇને દૂર ગયા અને મારું વચન ન સાંભળવા માટે તેઓએ તેઓની આંગળીઓ પોતાના કાનમાં ખોસી.

12. સૈન્યોનો દેવે પવિત્ર આત્મા દ્વારા અગાઉના પ્રબોધકોને પ્રેરણા કરી કે તેઓ દેવનાં વચનો અને નિયમશાસ્ત્ર લોકોની આગળ પ્રગટ કરે, પણ તે લોકોએ પોતાના હૃદય વજ્ર જેવા કઠોર બનાવી દીધાં, જેથી પહેલાના પ્રબોધકો મારફતે નિયમો અને સંદેશા સાંભળવા ન પડે. તેથી એમના પર સૈન્યોનો દેવ યહોવાનો ભયંકર કોપ ઉતર્યો.

13. સૈન્યોનો દેવ યહોવા કહે છે; “મેં તેઓને જ્યારે બોલાવ્યા, ત્યારે તેમણે નહોતું સાંભળ્યું; તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો ત્યારે મેં પણ ન સાંભળ્યું.

14. અને મેં તેમને વંટોળિયાની જેમ અજ્ઞાત પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં. તેમના પાપે તેઓ જે ભૂમિ છોડીને ગયા હતા તે ઉજ્જડ થઇ ગઇ, ત્યાં કોઇની અવરજવર ન રહી. એ રમણીય પ્રદેશ વેરાન થઇ ગયો.”

About ઝખર્યા Chapter 7

Read ઝખર્યા Chapter 7 online from the Holy Bible. This chapter is part of the Book of ઝખર્યા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઝખર્યા
Chapter: 7
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઝખર્યા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઝખર્યા Chapter 7 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઝખર્યા Chapter 7?

ઝખર્યા Chapter 7 is part of the Book of ઝખર્યા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઝખર્યા Chapter 7 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગણના Chapter 20
  4. યશાયા Chapter 32
  5. ગીતશાસ્ત્ર Chapter 64
  6. 2 શમુએલ Chapter 19
  7. ન્યાયાધીશો Chapter 10

Explore More from ઝખર્યા

  1. ઝખર્યા Chapter 14
  2. ઝખર્યા Chapter 3
  3. ઝખર્યા Chapter 4
  4. ઝખર્યા Chapter 2
  5. ઝખર્યા Chapter 8
  6. ઝખર્યા Chapter 12
  7. ઝખર્યા Chapter 10

Related Chapters & Readings

  1. ઊત્પત્તિ Chapter 20
  2. ગીતશાસ્ત્ર Chapter 107
  3. ગીતશાસ્ત્ર Chapter 108
  4. ગીતશાસ્ત્ર Chapter 69
  5. યહેજ્કેલ Chapter 27
  6. ગીતશાસ્ત્ર Chapter 109
  7. ગણના Chapter 6
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *