યહેજ્કેલ Chapter 42

For English

Read યહેજ્કેલ Chapter 42 Online

Read યહેજ્કેલ Chapter 42 online from the Holy Bible. This chapter is part of the Book of યહેજ્કેલ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યહેજ્કેલ and the Holy Bible online.

Choose a Chapter

યહેજ્કેલ 42

પ્રકરણ 42

1. પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો.

2. ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી.

3. આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો.

4. આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં.

5. ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી.

6. આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો.

7. એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી.

8. બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ100 હાથ હતી.

9. બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પ્રવેશતા એમની નીચે થઇને પૂર્વ બાજુએ પ્રવેશવાનું હતું.

10. મંદિરની પૂર્વ તરફ આવેલી ઇમારતની દક્ષિણ બાજુએ પણ ઉત્તરના જેવી જ એક બીજી ઇમારત હતી.

11. એની ઓરડીઓ આગળ ઉત્તર બાજુની ઇમારત માફક જ એક પરસાળ હતી. એનું માપ, એની રચના અને એનાં બારણાં ઉત્તર બાજુની ઇમારત જેવા જ હતાં.

12. એ ઇમારતની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાંથી ભીંત શરૂ થતી હતી ત્યાં બહારના ચોકમાં જવાનું બારણું હતું.

13. પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે.

14. મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”

15. જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો.

16. તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી.

17. તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે 500 હાથ હતી.

18. તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે 500 હાથ હતી.

19. તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે 500 હાથ હતી.

20. આમ તેણે ચારેબાજુનો વિસ્તાર માપ્યો. એ ભીતથી ઘેરાયેલો ભાગ ચોરસ હતો અને તેની દરેક બાજુ 500 હાથ લાંબી હતી. ભીંત મંદિરના પવિત્ર વિસ્તારને બાકીના વિસ્તારથી જુદી પાડતી હતી.

About યહેજ્કેલ Chapter 42

Read યહેજ્કેલ Chapter 42 online from the Holy Bible. This chapter is part of the Book of યહેજ્કેલ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યહેજ્કેલ
Chapter: 42
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યહેજ્કેલ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યહેજ્કેલ Chapter 42 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યહેજ્કેલ Chapter 42?

યહેજ્કેલ Chapter 42 is part of the Book of યહેજ્કેલ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યહેજ્કેલ Chapter 42 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગણના Chapter 20
  3. ગીતશાસ્ત્ર Chapter 99
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 શમુએલ Chapter 19
  6. હબાક્કુક Chapter 3
  7. હોશિયા Chapter 3

Explore More from યહેજ્કેલ

  1. યહેજ્કેલ Chapter 40
  2. યહેજ્કેલ Chapter 34
  3. યહેજ્કેલ Chapter 1
  4. યહેજ્કેલ Chapter 2
  5. યહેજ્કેલ Chapter 23
  6. યહેજ્કેલ Chapter 47
  7. યહેજ્કેલ Chapter 43

Related Chapters & Readings

  1. ઊત્પત્તિ Chapter 3
  2. અયૂબ Chapter 23
  3. 1 થેસ્સલોનિકીઓને પત્ર Chapter 1
  4. નિર્ગમન Chapter 23
  5. એસ્તેર Chapter 8
  6. રોમનોને પત્ર Chapter 15
  7. 1 તિમોથીને પત્ર Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *