યશાયા Chapter 56

For English

Read યશાયા Chapter 56 Online

Read યશાયા Chapter 56 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યશાયા and the Holy Bible online.

Choose a Chapter

યશાયા 56

પ્રકરણ 56

1. યહોવા કહે છે કે, “સર્વની સાથે ન્યાય અને પ્રામાણિકતાથી વતોર્. ન્યાયને અનુસરો, કારણ હું મુકિત આપવાની તૈયારીમાં છું, અને ન્યાયને વિજયી બનાવનારો છું.”

2. જે માણસ વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે અને બધાં દુષ્કમોર્થી દૂર રહે, તે માણસ પરમસુખી છે! જે માણસ ભૂંડું કરવાથી પોતાને પાછો રાખે છે તે આશીર્વાદિત છે.

3. યહોવાને શરણે આવેલા વિદેશીએ એમ ન કહેવું કે, “યહોવા મને પોતાના લોકોથી ખરેખર જુદો રાખશે,” અને કોઇ ખોજાએ એમ ન કહેવું કે, “હું તો સુકાઇ ગયેલું ઝાડ છું.”

4. કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે.

5. તેના માટે, હું મારા મંદિરમાં, એની ભીંતો વચ્ચે, મારા પુત્રો અને પુત્રીઓંથી પણ ચડિયાતું સ્મારક અને નામ આપીશ. હું તેને એવું અમર નામ આપીશ જે કદી નાશ ન પામે.”

6. વળી જે વિદેશીઓ મારે શરણે આવ્યા છે, જેઓ મારી સેવા કરે છે, મારા નામ પર પ્રેમ કરે છે, મારા સેવકો છે, અને જે કોઇ મારા વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે છે, અને મારા કરારને દ્રઢતાપૂર્વક વળગી રહે છે.

7. યહોવા કહે છે કે, “તેમને હું મારા પવિત્ર પર્વત પર લઇ આવી મારા પ્રાર્થનાગૃહમાં આનંદનો અનુભવ કરાવીશ. તેણે યજ્ઞવેદી પર ચઢાવેલાં દહનાર્પણો અને યજ્ઞોનો હું પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરીશ. મારું મંદિર બધા લોકો માટે, પ્રાર્થના કરવા માટેનું સ્થળ બની રહેશે.”

8. ઇસ્રાએલના વેરવિખેર થયેલાંઓને એકઠા કરનાર પોતે યહોવા દેવના મુખના આ વચનો છે, “જેઓને ભેગા કર્યા છે તેમની ભેગા બીજાઓને પણ હું ભેગા કરતો રહીશ.”

9. આવો, વનવગડાંના પશુઓ, જંગલનાં પશુઓ, આવો અને ખાઓ;

10. કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.

11. તેઓ બધા ખાઉધરા કૂતરા છે, જે કદી ધરાતા નથી, તેઓ એવા ઘેટાંપાળકો છે જે કશું સમજતા નથી. તેઓ ફકત પોતાના જ હિતનો વિચાર કરે છે, ને શક્ય હોય તેટલું પોતાના માટે મેળવવાનો પ્રયત્ન કરે છે.

12. પ્રત્યેક વ્યકિત કહે છે, “ચાલો, હું દ્રાક્ષારસ લઇ આવું અને આપણે ધરાઇને પીએ અને ઉજાણી કરીએ; અને આવતીકાલ આજના કરતાં પણ વધારે સરસ થશે!”

About યશાયા Chapter 56

Read યશાયા Chapter 56 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યશાયા
Chapter: 56
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યશાયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યશાયા Chapter 56 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યશાયા Chapter 56?

યશાયા Chapter 56 is part of the Book of યશાયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યશાયા Chapter 56 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. ગણના Chapter 20
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 શમુએલ Chapter 19
  6. હબાક્કુક Chapter 3
  7. હોશિયા Chapter 3

Explore More from યશાયા

  1. યશાયા Chapter 60
  2. યશાયા Chapter 45
  3. યશાયા Chapter 15
  4. યશાયા Chapter 40
  5. યશાયા Chapter 36
  6. યશાયા Chapter 31
  7. યશાયા Chapter 23

Related Chapters & Readings

  1. લેવીય Chapter 14
  2. યર્મિયા Chapter 17
  3. ગીતશાસ્ત્ર Chapter 1
  4. પ્રકટીકરણ Chapter 7
  5. યહેજ્કેલ Chapter 18
  6. યહેજ્કેલ Chapter 21
  7. પુનર્નિયમ Chapter 20
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *