યશાયા Chapter 61

For English

Read યશાયા Chapter 61 Online

Read યશાયા Chapter 61 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યશાયા and the Holy Bible online.

Choose a Chapter

યશાયા 61

પ્રકરણ 61

1. યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.

2. જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.

3. તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં ‘ધર્મનાં વૃક્ષો કહેવાશે.’

4. “પ્રાચીન ખંડેરોનો તેઓ જીણોર્દ્ધાર કરશે, અગાઉ ભોંયભેગા થઇ ગયેલાં મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને નવેસરથી બાંધશે.

5. “હે મારા લોકો, વિદેશીઓ તમારી સેવા કરશે, તેઓ તમારા ઘેટાંબકરાંને ચારશે અને તમારાં ખેતરોમાં મજૂરી કરશે.

6. પરંતુ તમે લોકો ‘યહોવાના યાજકો’ તથા આપણા ‘દેવના સેવકો’ ગણાશો. તમે બીજી પ્રજાઓની સમૃદ્ધિ ભોગવશો અને તેમની સંપત્તિથી શોભશો.

7. “તમારે બેવડી શરમ અનુભવવી પડી હતી, અપમાન અને તિરસ્કાર વેઠવાં પડ્યા હતાં; તેથી હવે તમને તમારા પોતાના દેશમાં બમણી સંપત્તિ પ્રાપ્ત થશે, અને તમે શાશ્વત આનંદ ભોગવશો.

8. યહોવા કહે છે, હું યહોવા ન્યાયને ચાહું છું, હું લૂંટ અને અયોગ્ય કાર્યને ધિક્કારું છું. હું દુ:ખ સહન કરતા મારા લોકોને વિશ્વાસુપણે બદલો આપીશ અને તેઓની સાથે સદાકાળનો કરાર કરીશ.

9. તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”

10. “યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.

11. જેવી રીતે પૃથ્વી તેની વનસ્પતિઓનું નવ સર્જન કરે છે, અથવા એક બગીચો તેમાં રોપેલા બીજાને ઉગાડે છે, યહોવા જગતની પ્રજાઓને પોતાનો ન્યાય અને મહિમા બતાવશે.”

About યશાયા Chapter 61

Read યશાયા Chapter 61 online from the Holy Bible. This chapter is part of the Book of યશાયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યશાયા
Chapter: 61
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યશાયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યશાયા Chapter 61 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યશાયા Chapter 61?

યશાયા Chapter 61 is part of the Book of યશાયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યશાયા Chapter 61 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. 2 શમુએલ Chapter 19
  4. ગણના Chapter 20
  5. હબાક્કુક Chapter 3
  6. ગીતશાસ્ત્ર Chapter 64
  7. ગણના Chapter 21

Explore More from યશાયા

  1. યશાયા Chapter 43
  2. યશાયા Chapter 23
  3. યશાયા Chapter 62
  4. યશાયા Chapter 58
  5. યશાયા Chapter 63
  6. યશાયા Chapter 3
  7. યશાયા Chapter 34

Related Chapters & Readings

  1. યહોશુઆ Chapter 22
  2. એઝરા Chapter 5
  3. યર્મિયા Chapter 15
  4. એસ્તેર Chapter 1
  5. યર્મિયા Chapter 10
  6. પ્રકટીકરણ Chapter 16
  7. યર્મિયા Chapter 26
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *