યર્મિયા Chapter 20

For English

Read યર્મિયા Chapter 20 Online

Read યર્મિયા Chapter 20 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યર્મિયા and the Holy Bible online.

Choose a Chapter

યર્મિયા 20

પ્રકરણ 20

1. ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યમિર્યાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો,

2. તેથી તેણે યમિર્યાની ધરપકડ કરી અને તેને કોરડાથી ફટકાર્યો, પછી તેણે તેને મંદિરના બિન્યામીન દરવાજા આગળ સાંકળોથી બાધ્યો.

3. બીજા દિવસે સવારે પાશહૂરે યમિર્યાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યમિર્યાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે.

4. કારણ કે યહોવા તારા પર તથા તારા સર્વ મિત્રો પર ભય મોકલશે અને તેઓના શત્રુઓની તરવારોથી તેઓને તું મૃત્યુ પામતાં જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઇશ. તે તેમને કેદ કરીને બાબિલ લઇ જશે અને ત્યાં તરવારથી મારી નાખશે.

5. આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે.

6. તું, પાશહૂર, અને તારું કુટુંબ કેદ પકડાશો, તમને બાબિલ લઇ જવામાં આવશે, અને ત્યાં તમારું મોત થશે અને ત્યાં તમે દટાશો. તું અને તારા બધા મિત્રો, જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે.”‘

7. પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે. તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ. કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો. પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.

8. કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે, ‘હિંસા અને વિનાશ!’ હે યહોવા, તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી અને નામોશી સહન કરવી પડે છે.”

9. હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ, એને નામે બોલું જ નહિ.” તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ મારા અંતરમાં ભડભડી ઊઠે છે; અને હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ નથી રાખી શકતો.

10. ચારે બાજુથી હું તેઓની ધમકીઓ ઉચ્ચારાતી સાંભળું છું અને મને ડર લાગે છે, તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું. જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે, ક્યારે ભયંકર ભૂલ કરી બેસું. તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે તેના પર આપણું વૈર વાળીશું. તેઓ આ પ્રમાણે કહે છે.”

11. પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે. તે પરાક્રમી તથા ભયાવહ છે. મારા જુલમગારો ઠોકર ખાશે, તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે; તેઓ બધી રીતે અપમાનિત થશે અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.

12. હે સૈન્યોના દેવ યહોવા, તમે સતનું પારખું કરો છો, મારા મનનો અને હૃદયનો તાગ લો છો; અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામુંં, કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે.

13. યહોવાના ગીત ગાઓ, એમનાં ગુણગાન કરો. કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે.

14. તેમ છતાં મારા જન્મનો દિવસ શાપિત થાઓ!

15. તને પુત્ર થયો છે એવી વધામણી મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ.

16. તે માણસના હાલ એ પુરાતન નગરોના જેવા થાવ. જેનો યહોવાએ દયા રાખ્યા વગર નાશ કર્યો છે, ભલે તેને આખો દિવસ રણનાદ સંભળાય; સવારમાં આર્તનાદ અને બપોરે યુદ્ધનાદ સંભળાય,

17. કારણ કે, તેણે મને ગર્ભમાં જ મારી ન નાખ્યો, તો મારી માતા જ મારી કબર બની હોત, તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત.

18. હું કષ્ટો અને દુ:ખ સહન કરવા માટે, શરમાળ જીવન જીવવા માટે શું કામ ગર્ભમાંથી બહાર આવ્યો?

About યર્મિયા Chapter 20

Read યર્મિયા Chapter 20 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યર્મિયા
Chapter: 20
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યર્મિયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યર્મિયા Chapter 20 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યર્મિયા Chapter 20?

યર્મિયા Chapter 20 is part of the Book of યર્મિયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યર્મિયા Chapter 20 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. યશાયા Chapter 32
  3. ગીતશાસ્ત્ર Chapter 99
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 શમુએલ Chapter 19
  6. ગણના Chapter 20
  7. હોશિયા Chapter 3

Explore More from યર્મિયા

  1. યર્મિયા Chapter 43
  2. યર્મિયા Chapter 36
  3. યર્મિયા Chapter 18
  4. યર્મિયા Chapter 19
  5. યર્મિયા Chapter 34
  6. યર્મિયા Chapter 17
  7. યર્મિયા Chapter 41

Related Chapters & Readings

  1. અયૂબ Chapter 38
  2. હિબ્રૂઓને પત્ર Chapter 6
  3. લેવીય Chapter 6
  4. હિબ્રૂઓને પત્ર Chapter 12
  5. ગીતશાસ્ત્ર Chapter 119
  6. માથ્થી Chapter 7
  7. લેવીય Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *