યર્મિયા Chapter 24

For English

Read યર્મિયા Chapter 24 Online

Read યર્મિયા Chapter 24 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of યર્મિયા and the Holy Bible online.

Choose a Chapter

યર્મિયા 24

પ્રકરણ 24

1. યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી.

2. યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.

3. પછી યહોવાએ મને કહ્યું, “યમિર્યા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

4. ત્યારે યહોવાએ મને કહ્યું,

5. આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું.

6. તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ.

7. હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.

8. “પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે.

9. “હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે.

10. હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”

About યર્મિયા Chapter 24

Read યર્મિયા Chapter 24 online from the Holy Bible. This chapter is part of the Book of યર્મિયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: યર્મિયા
Chapter: 24
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading યર્મિયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading યર્મિયા Chapter 24 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is યર્મિયા Chapter 24?

યર્મિયા Chapter 24 is part of the Book of યર્મિયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete યર્મિયા Chapter 24 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 99
  2. આમોસ Chapter 1
  3. ગીતશાસ્ત્ર Chapter 125
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 શમુએલ Chapter 19
  6. યશાયા Chapter 52
  7. યશાયા Chapter 32

Explore More from યર્મિયા

  1. યર્મિયા Chapter 26
  2. યર્મિયા Chapter 5
  3. યર્મિયા Chapter 15
  4. યર્મિયા Chapter 28
  5. યર્મિયા Chapter 31
  6. યર્મિયા Chapter 17
  7. યર્મિયા Chapter 43

Related Chapters & Readings

  1. યોહાન Chapter 3
  2. ગીતશાસ્ત્ર Chapter 8
  3. ગીતશાસ્ત્ર Chapter 141
  4. ગણના Chapter 1
  5. આમોસ Chapter 3
  6. ગીતશાસ્ત્ર Chapter 6
  7. પ્રકટીકરણ Chapter 10
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *