નિર્ગમન Chapter 37

For English

Read નિર્ગમન Chapter 37 Online

Read નિર્ગમન Chapter 37 online from the Holy Bible. This chapter is part of the Book of નિર્ગમન in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નિર્ગમન and the Holy Bible online.

Choose a Chapter

નિર્ગમન 37

પ્રકરણ 37

1. પછી બઝાલએલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો, જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ અને ઊંચાઈ દોઢ હાથ હતી.

2. તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી.

3. તેના ચાર પગોમાં સોનાનાં ચાર કડાં જોડેલા હતાં. પ્રત્યેક છેડા ઉપર બે કડાં.

4. પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેને સોનાથી મઢી લીધાં.

5. અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા.

6. ત્યારબાદ તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું ઢાંકણ તૈયાર કર્યું.

7. તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી.

8. એક છેડે એક કરૂબદેવદૂત અને બીજે છેડે એક કરૂબદેવદૂત; તેણે તેને ઢાંકણ સાથે જોડી દીધી.

9. દેવદૂતોની પાંખો ઊંચે પસારેલી હોવાથી ઢાંકણ પાંખોથી ઢંકાઈ જતું હતું. દેવદૂતોનાં મોં એકબીજાની સામસામે હતાં, અને ઢાંકણ તરફ વાળેલાં હતાં.

10. બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો,

11. આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.

12. પછી તેણે તેની ફરતે ચાર ઈચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.

13. તેણે એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયે જડી દીધાં.

14. બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.

15. દાંડીઓ બાવળના લાકડાની બનાવી અને તેને સૂવર્ણથી મઢી લીધી.

16. પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.

17. તેણે શુદ્ધ સોનાની દીવી બનાવી; દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવ્યાં અને તેના ઉપરનાં શોભાનાં ફૂલો, કળીઓ અને પાંદડીઓ તેની સાથે જડી દીધાં.

18. દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.

19. પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં.

20. દીપવૃક્ષની થાંભલીઓને કળીઓ અને પાંદડીઓવાળાં ચાર શોભાનાં ફૂલ હતાં.

21. દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું. અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું. આમ ચાર ફૂલ હતાં.

22. દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં, અને એ બધું શુદ્ધ સોનાની એક જ ઢાળકીમાંથી ઘડીને બનાવવામાં આવ્યું હતું.

23. દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.

24. દીપવૃક્ષ અને એનો સાજ બનાવવામાં તેણે 75 પૌંડ શુદ્ધ સોનું વાપર્યું હતું.

25. ધૂપ માંટેની વેદી તેણે બાવળના લાકડામાંથી બનાવી. તે 1 હાથ લાંબી, 1 હાથ પહોળી અને 2 હાથ ઊચી ને સમચોરસ હતી. વેદી પર ચાર શિંગ હતાં દરેક ખૂણામાં એક શિંગ હતું. આ શિંગો એકબીજા સાથે જોડેલા હતા, એક નંગ બનાવવા એક ભાગ તરીકે એક જ એકમમાં તેના ખુણાઓ ઉપર શિંગ તૈયાર કરેલાં હતાં.

26. આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી.

27. તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય.

28. પછી તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢયા.

29. વળી તેણે અભિષેક માંટેનું તેલ તેમજ સરૈયો બનાવે તેવો શુદ્ધ સુગંધીદાર ધૂપ પણ બનાવ્યો.

About નિર્ગમન Chapter 37

Read નિર્ગમન Chapter 37 online from the Holy Bible. This chapter is part of the Book of નિર્ગમન in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: નિર્ગમન
Chapter: 37
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading નિર્ગમન. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading નિર્ગમન Chapter 37 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is નિર્ગમન Chapter 37?

નિર્ગમન Chapter 37 is part of the Book of નિર્ગમન in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete નિર્ગમન Chapter 37 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 97
  2. ગીતશાસ્ત્ર Chapter 64
  3. 2 શમુએલ Chapter 16
  4. પુનર્નિયમ Chapter 11
  5. ગીતશાસ્ત્ર Chapter 125
  6. ગણના Chapter 24
  7. આમોસ Chapter 1

Explore More from નિર્ગમન

  1. નિર્ગમન Chapter 36
  2. નિર્ગમન Chapter 24
  3. નિર્ગમન Chapter 6
  4. નિર્ગમન Chapter 7
  5. નિર્ગમન Chapter 2
  6. નિર્ગમન Chapter 21
  7. નિર્ગમન Chapter 10

Related Chapters & Readings

  1. 1 રાજાઓ Chapter 3
  2. એફેસીઓને પત્ર Chapter 3
  3. યર્મિયા Chapter 50
  4. યહેજ્કેલ Chapter 45
  5. યશાયા Chapter 21
  6. યહેજ્કેલ Chapter 1
  7. ગીતશાસ્ત્ર Chapter 8
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *