Read લેવીય Chapter 24 Online
Read લેવીય Chapter 24 online from the Holy Bible. This chapter is part of the Book of લેવીય in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of લેવીય and the Holy Bible online.
Choose a Chapter
લેવીય 24
પ્રકરણ 24
1. યહોવાએ મૂસાને કહ્યું,
2. “ઇસ્રાએલના લોકોને કહે કે, તેઓ મુલાકાતમંડપમાં કરાર કોશની આગળના પડદા બહારની દીવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માંટે ચોખ્ખું જૈતૂનનું તેલ લાવી આપે.
3. હારુને તે દીપ સાંજથી સવાર સુધી યહોવા સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી રાખવાની છે. આ કાનૂન તમને અને તમાંરા વંશજોને કાયમ માંટે બંધનકર્તા છે.
4. હારુને શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવા સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માંટે કાળજી રાખવાની છે.
5. “તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16 વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.
6. તમાંરે તે બાર રોટલા શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવા સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવા.
7. તે બંને થપ્પી પર તમાંરે શુદ્ધ લોબાન મૂકવો, આથી યહોવાને પોતાની સમક્ષ અગ્નિ આહુતીનું અર્પણ યાદ રહેશે.
8. પ્રતિ વિશ્રામવારે તે યહોવા સમક્ષ નિયમિત ગોઠવવા. તે ઇસ્રાએલી લોકોનું કાયમી કામ છે.
9. પવિત્ર જગાએ હારુન અને તેના પુત્રો આ રોટલી ખાય. એ એમનો હક છે. કારણ, તે યહોવાને ચઢાવાતા અગ્નિ ખાદ્યાર્પણોનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. યાજકને આ ભાગ હંમેશા આપવાના છે.
10. એક દિવસ ઇસ્રાએલી માંતા અને મિસરી પિતાના યુવાનને છાવણીમાં એક ઇસ્રાએલી વ્યક્તિ સાથે ઝધડો થયો.
11. ઝધડા દરમ્યાન આ ઇસ્રાએલી યુવતીના દીકરાએ યહોવાને શાપ આપ્યો. તેથી ન્યાય માંટે મૂસા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેની માંતાનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી.
12. યહોવાનો ચૂકાદો ના આવે ત્યાં સુધી તેને ચોકી પહેરા હેઠળ રાખવાનું નક્કી થયું.
13. યહોવાએ મૂસાને કહ્યું,
14. “તેને છાવણીમાંથી બહાર લઈ જા અને જેઓને તેને નિંદા કરતા સાંભળ્યો હતો તે સર્વને તેના માંથા પર હાથ મૂકવાનું કહે; પછી બધા લોકો પથ્થરો માંરી તેને માંરી નાખે.
15. ત્યારબાદ તું ઇસ્રાએલીઓને કહે કે, જે કોઈ દેવની નિંદા કરશે તેણે પોતાના પાપની સજા ભોગવવી પડશે.
16. જે કોઈ યહોવાના નામની નિંદા કરે તેને મૃત્યુદંડ આપવો, પછી તે ઇસ્રાએલી હોય કે વિદેશી; સમગ્ર સમાંજે તેને પથ્થરો માંરવા; અને મૃત્યુદંડ આપવો.
17. “જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મોતની સજા કરવી.
18. જે કોઈ પશુને માંરી નાખે તેણે તેની નુકસાની ભરપાઈ કરવી જીવને બદલે જીવ.
19. “જો કોઈ વ્યક્તિ અન્યને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તે તેને કરવું:
20. હાડફું ભાંગનારનું હાડફું ભાંગવું, આંખ ફોડનારની આંખ ફોડવી, દાંત પાડનારનો દાંત પાડવો, એણે સામી વ્યક્તિને જેવી ઈજા કરી હોય તેવી જ ઈજા તેને કરીને બદલો આપવામાં આવે.
21. જે કોઈ વ્યક્તિ કોઈ પશુને માંરી નાખે તો તેણે નુકસાની ભરપાઈ કરવી, પણ જો કોઈ માંણસને માંરી નાખે તો તેને મૃત્યુદંડ આપવો.
22. “વિદેશી કે ઇસ્રાએલી પ્રજામાં જન્મ ધારણ કરનાર નાગરિક સર્વને સમાંન કાનૂન લાગુ પડે, કારણ હું યહોવા તમાંરો દેવ છું.”
23. મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહ્યા પછી તેમણે દેવનિંદા કરનાર માંણસને છાવણી બહાર લઈ જઈને યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા પ્રમાંણે તેને પથ્થરો માંરીને માંરી નાખ્યો.
About લેવીય Chapter 24
Read લેવીય Chapter 24 online from the Holy Bible. This chapter is part of the Book of લેવીય in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: લેવીય
Chapter: 24
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading લેવીય. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading લેવીય Chapter 24 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is લેવીય Chapter 24?
લેવીય Chapter 24 is part of the Book of લેવીય in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete લેવીય Chapter 24 online for free with easy chapter navigation.
More Chapters from જૂનો કરાર
- આમોસ Chapter 1
- ગીતશાસ્ત્ર Chapter 99
- ગણના Chapter 20
- યશાયા Chapter 32
- નીતિવચનો Chapter 16
- ગીતશાસ્ત્ર Chapter 142
- ગીતશાસ્ત્ર Chapter 64
Explore More from લેવીય
- લેવીય Chapter 14
- લેવીય Chapter 20
- લેવીય Chapter 26
- લેવીય Chapter 8
- લેવીય Chapter 12
- લેવીય Chapter 23
- લેવીય Chapter 16