સભાશિક્ષક Chapter 1

For English

Read સભાશિક્ષક Chapter 1 Online

Read સભાશિક્ષક Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of સભાશિક્ષક in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of સભાશિક્ષક and the Holy Bible online.

Choose a Chapter

A+ A A-

સભાશિક્ષક 1

પ્રકરણ 1

1. યરૂશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.

2. જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.

3. મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?

4. એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી.

5. સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે.

6. પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે.

7. સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

8. બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.

9. ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.

10. એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.

11. ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.

12. હું સભાશિક્ષક, યરૂશાલેમમાં રહેનાર ઇસ્રાએલનો રાજા હતો.

13. વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.

14. પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે.

15. જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી.

16. મેં મારી જાતને કહ્યું કે, “જુઓ, યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયેલા અન્ય રાજાઓ કરતાં વધારે જ્ઞાની છું. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ખૂબ અનુભવ મળ્યો છે.

17. પછીં મેં જ્ઞાન તથા ગાંડપણ અને મૂર્ખતા સમજવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કર્યાં પણ ત્યારે મને સમજાયું કે આ પણ પવનને પકડવા જેવું હતું.

18. કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.”

About સભાશિક્ષક Chapter 1

Read સભાશિક્ષક Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of સભાશિક્ષક in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: સભાશિક્ષક
Chapter: 1
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading સભાશિક્ષક. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading સભાશિક્ષક Chapter 1 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is સભાશિક્ષક Chapter 1?

સભાશિક્ષક Chapter 1 is part of the Book of સભાશિક્ષક in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete સભાશિક્ષક Chapter 1 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. ગીતશાસ્ત્ર Chapter 99
  3. 2 શમુએલ Chapter 19
  4. ગણના Chapter 20
  5. ગીતશાસ્ત્ર Chapter 64
  6. ગણના Chapter 2
  7. હોશિયા Chapter 3

Explore More from સભાશિક્ષક

  1. સભાશિક્ષક Chapter 10
  2. સભાશિક્ષક Chapter 5
  3. સભાશિક્ષક Chapter 7
  4. સભાશિક્ષક Chapter 12
  5. સભાશિક્ષક Chapter 9
  6. સભાશિક્ષક Chapter 11
  7. સભાશિક્ષક Chapter 4

Related Chapters & Readings

  1. યશાયા Chapter 32
  2. 2 શમુએલ Chapter 23
  3. યશાયા Chapter 4
  4. નિર્ગમન Chapter 38
  5. 1 યોહાનનો પત્ર Chapter 4
  6. 1 કરિંથીઓને પત્ર Chapter 9
  7. એફેસીઓને પત્ર Chapter 4
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *