Read નહેમ્યા Chapter 7 Online
Read નહેમ્યા Chapter 7 online from the Holy Bible. This chapter is part of the Book of નહેમ્યા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of નહેમ્યા and the Holy Bible online.
Choose a Chapter
નહેમ્યા 7
પ્રકરણ 7
1. હવે દીવાલ બંધાઇ ચૂકી હતી અને તેના દરવાજાઓ જગ્યા પર ઊભા કરવામાં આવ્યાં હતા અને દ્વારપાળો, ગવૈયાઓ અને લેવીઓની નિમણૂંક કરવામાં આવી.
2. ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો.
3. મેં તેમને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ, અને જ્યારે હજી પહેરેગીરો ચોકી કરતા હોય ત્યારે તમારે દરવાજા બંધ રાખી અને દરવાજા પર કમાડ વાસી દેવા. યરૂશાલેમના વતની ઓમાંથી તમારે પહેરેગીરો નીમવા. કેટલાક ચોક્કસ જગ્યાએ ચોકીઓ સંભાળે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
4. શહેરનો વિસ્તાર ખૂબ મોટો હતો; પણ વસ્તી ઓછી હતી અને વધારે ઘરો બંધાયાઁ નહોતાઁ.
5. મારા દેવે મને પ્રેરિત કર્યો કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને સાથે બોલાવવા અને તેમને ભેગા કરી તેમની કુટુંબવાર નોંધ કરવી. દેશવટેથી જેઓ સૌથી પહેલા આવ્યાં હતા તેઓની વંશાવળીની યાદી મને મળી, તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે,
6. બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જેઓનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જેઓને બંદીવાન બનાવીને લઇ જવાયાં હતા, તે પ્રાંતના આ લોકો છે. તેઓ યહૂદાના પોતપોતાના નગરોમાં અને યરૂશાલેમમાં પાછા આવ્યા.
7. એટલે જેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોદેર્ખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાઅનાહની સાથે આવ્યા તેઓ આ બધાં છે:ઇસ્રાએલના લોકોના પુરુષોની સંખ્યા:
8. પારોશના વંશજો 2,172
9. શફાટયાના વંશજો 372
10. આરાહના વંશજો 652
11. પાહાથ-મોઆબના વંશજો એટલે કે યેશૂઆ તથા યોઆબના વંશજો, 2,818
12. એલામના વંશજો 1,254
13. ઝાત્તૂના વંશજો 845
14. ઝાક્કાયના વંશજો 760
15. બિન્નૂઇના વંશજો 648
16. બેબાયના વંશજો 628
17. આઝગાદના વંશજો 2,322
18. અદોનીકામના વંશજો 667
19. બિગ્વાયના વંશજો 2,067
20. આદીનના વંશજો 655
21. આટેરના વંશજો એટલે હિઝિક્યા 98
22. હાશુમના વંશજો 328
23. બેસાયના વંશજો 324
24. હારીફના વંશજો 112
25. ગિબયોનના વંશજો 95
26. બેથલેહેમના તથા નટોફાહના મનુષ્યો 188
27. અનાથોથના મનુષ્યો 128
28. બેથ-આઝમાવેથના મનુષ્યો 42
29. કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743
30. રામાના તથા ગેબાના મનુષ્યો 621
31. મિખ્માસના મનુષ્યો 122
32. બેથેલના તથા આયના મનુષ્યો 123
33. નબોના બીજા નગરના મનુષ્યો 52
34. એલામના બીજા શહેરના વંશજો 1,254
35. હારીમના વંશજો320
36. યરીખોના વંશજો 345
37. લોદના વંશજો, હાદીદના વંશજો તથા ઓનોના વંશજો 721
38. સનાઆહના વંશજો 3,930
39. યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973
40. ઇમ્મેરના વંશજો1052
41. પાશહૂરના વંશજો 1,247
42. હારીમના વંશજો 1,017
43. લેવીઓ: યેશૂઆના અને કાદ્મીએલ અને, હોદૈયાના વંશજોમાંના 74
44. ગવૈયાઓ: આસાફના વંશજો 148
45. દ્વારપાળો: શાલ્લૂમના વંશજો,આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને સોબાયના વંશજો 138
46. મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથના વંશજો:
47. કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો;
48. લબાનાહના વંશજો, હગાબાના વંશજો, સાલ્માયના વંશજો;
49. હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગાહારના વંશજો;
50. રઆયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો;
51. ગાઝઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆહના વંશજો;
52. બેસાયના વંશજો, મેઉનીમના વંશજો, નફૂશશીમના વંશજો;
53. બાકબૂકના વંશજો, હાકૂફાહના વંશજો, હાર્હૂરના વંશજો;
54. બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો;
55. કાકોર્સના વંશજો, સીસરાના વંશજો, તેમાહના વંશજો;
56. નસીઆહના વંશજો અને હટીફાના વંશજો.
57. સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
58. યાઅલાના વંશજો; દાકોર્નના વંશજો; ગિદૃેલના વંશજોે;
59. શફાટયાના વંશજો; હાટ્ટીલના વંશજો, પોખેરેથ-હાસ્સબાઇમના વંશજો અને આમોનના વંશજો;
60. મંદિરના બધાં સેવકોની તથા સુલેમાનના સેવકોના વંશજો સર્વ મળીને 392 હતા.
61. કેટલાક લોકો તેલમેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદૃોન, તથા ઇમ્મેરમાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના કુટુંબના પિતૃઓને કે તેમની વંશાવળીને સાબિત કરી શક્યા નહોતા કે તેઓ ઇસ્રાએલના છે.
62. તેઓ દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો 642 હતા.
63. યાજકોમાંના: હબાયાના વંશજો, હાકકોસના વંશજો અને બાઝિર્લ્લાયના વંશજોએ ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું.
64. તેઓ તેઓના પરિવારના પૂર્વજોને સાબિત કરી ન શક્યા તેથી તેઓને યાજક તરીકે કાર્ય કરવા દેવામાં આવ્યુ નહિ કારણ તેઓ અયોગ્ય ગણાતા હતા.
65. પ્રશાશકે તેઓને કહ્યું કે જ્યાં સુધી, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”
66. આખા સમૂહની કુલ સંખ્યા 42,360 હતી.
67. જેમા સેવક અને સેવિકાઓની ગણત્રી કરી નહોતી જેઓ 7,337 હતાં અને 245 ગાયક અને ગાયીકાઓ હતા.
68. તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચર હતાં.
69. તેઓ પાસે 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
70. પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 81/2 કિલોસોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
71. અન્ય પિતૃઓનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે 170 કિલોસોનું તથા 2,200 માનેહચાંદી આ કામ માટે ભંડારમાં આપ્યાં.
72. બાકીના લોકોએ જે આપ્યું તે 170 કિલો સોનું, 2,000 માનેહરૂપું તથા 6 યાજકવસ્ત્ર હતાં.
73. હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, થોડાં લોકો, મંદિરના સેવકો, તથા સર્વ ઇસ્રાએલીઓ તેમનાં પોતપોતાનાં નગરોમાં વસ્યા.
About નહેમ્યા Chapter 7
Read નહેમ્યા Chapter 7 online from the Holy Bible. This chapter is part of the Book of નહેમ્યા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: નહેમ્યા
Chapter: 7
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading નહેમ્યા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading નહેમ્યા Chapter 7 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is નહેમ્યા Chapter 7?
નહેમ્યા Chapter 7 is part of the Book of નહેમ્યા in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete નહેમ્યા Chapter 7 online for free with easy chapter navigation.
More Chapters from જૂનો કરાર
- આમોસ Chapter 1
- ગીતશાસ્ત્ર Chapter 99
- ગણના Chapter 20
- યશાયા Chapter 32
- ગીતશાસ્ત્ર Chapter 64
- 2 શમુએલ Chapter 19
- ન્યાયાધીશો Chapter 10
Explore More from નહેમ્યા
- નહેમ્યા Chapter 6
- નહેમ્યા Chapter 11
- નહેમ્યા Chapter 10
- નહેમ્યા Chapter 12
- નહેમ્યા Chapter 5
- નહેમ્યા Chapter 8
- નહેમ્યા Chapter 2