2 શમુએલ Chapter 11

For English

Read 2 શમુએલ Chapter 11 Online

Read 2 શમુએલ Chapter 11 online from the Holy Bible. This chapter is part of the Book of 2 શમુએલ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 2 શમુએલ and the Holy Bible online.

Choose a Chapter

2 શમુએલ 11

પ્રકરણ 11

1. વસંત ઋતુમાં જયારે રાજાઓ યુદ્ધ લડવા નીકળે, તે સમય દાઉદે યોઆબાને, સૈન્યના અમલદારોને ઇસ્રાએલના બધાજ સૈન્યોને હુમલો કરવા અને આમ્મોનીઓનો નાશ કરવા મોકલ્યા, તેઓએ રાબ્બાહનગરને ઘેરો ઘાલ્યો.પરંતુ દાઉદ તો યરૂશાલેમમાં જ રહ્યો.

2. એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી.

3. તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.”

4. પછી દાઉદે તેને લઈ આવવા માંણસો મોકલ્યા, અને તે આવી એટલે દાઉદ તેની સાથે સૂઇ ગયો તે સ્ત્રીએ માંસિક ધર્મ પછીની શુદ્ધિકરણની વિધિ તે જ દિવસે પૂરી કરી હતી, પછી તે પોતાને ઘેર પાછી ફરી.

5. તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને તેણે દાઉદને સંદેશો મોકલ્યો કે, “મને ગર્ભ રહ્યો છે.”

6. દાઉદે યોઆબને સંદેશો મોકલ્યો કે, “ઊરિયા હિત્તીને માંરી પાસે તાત્કાલિક મોકલ.”આથી યોઆબે ઊરિયાને દાઉદ પાસે મોકલી આપ્યો.

7. જયારે દાઉદ પાસે ઊરિયા હિત્તી આવ્યો, ત્યારે દાઉદે યોઆબના સૈન્યના સમાંચાર તથા યુદ્ધમાં થયેલી પ્રગતિ વિષે પૂછયું.

8. અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.”ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી.

9. પરંતુ ઊરિયા પોતાને ઘેર ગયો નહિ. અને મહેલના દરવાજા પાસે રાજાના અંગરક્ષકો સાથે તેણે રાત વિતાવી.

10. ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું, તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?”

11. ઊરિયાએ પ્રત્યુ્ત્તર આપ્યો, “પવિત્રકોશ, ઇસ્રાએલના અને યહુદાના સેનાપતિઓ મંડપમાં રહે છે. તથા અધિકારી યોઆબ અને રાજાના અમલદારો ખુલ્લામાં છાવણી નાંખી પડયા છે, તેથી હું ઘેર જઈ ખાઈ-પીને પત્ની સાથે સૂવા જાઉં? તે સારું ન કહેવાય હું સમ ખાઇને કહું છું કે, એવું હું કદી નહિ કરું.”

12. ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો.

13. બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો.

14. આખરે બીજી સવારે દાઉદે યોઆબને પત્ર લખ્યો, અને ઊરિયા માંરફતે મોકલી આપ્યો.

15. પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.”

16. તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં.

17. શહેરમાંથી શત્રુઓએ ધસી આવીને યોઆબ ઉપર હુમલો કર્યો અને દાઉદના કેટલાક અમલદારો માંર્યા ગયા. હિત્તી ઊરિયા પણ માંર્યો ગયો.

18. યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ યોઆબે દાઉદને મોકલ્યો.

19. અને યોઆબે પણ સંદેશવાહકને કહ્યું કે, “યુદ્ધ વિષે તું રાજાને અહેવાલ સુપ્રત કરી રહે તે પછી

20. “કદાચ તેઓ ગુસ્સે થશે અને પુછશે કે, ‘તમે લડવા માંટે શહેરની નજીક એટલા બધા શા માંટે ગયા? શત્રુઓ ઉપર સૈનિકો તીર છોડશે તેની તમને ખબર નહોતી?

21. શું તેબેસમાં એક સ્ત્રીએ ઘંટીનું પડ ફેંકીને યરૂબ્બેશેથના પુત્ર અબીમેલેખને માંરી નાખ્યો નહોતો? તમે એટલા બધા કોટની નજીક ગયા જ શા માંટે?’ તો તારે એમ કહેવું કે, ‘તમાંરો સેવક ઊરિયા હિત્તી પણ ત્યાં ગયો હતો અને મરી ગયો હતો.’

22. એટલે સંદેશવાહક તો ઊપડયો, અને દાઉદ પાસે પહોંચીને તેણે યોઆબે કહ્યું હતું તે પ્રમાંણે બધું કહી સંભળાવ્યું.

23. તેણે કહ્યું, “શત્રુઓ અમાંરા કરતાં વધુ બળવાન હતા અને અમાંરી સામે લડવા માંટે શહેરમાંથી નીકળીને મેદાનમાં આવ્યાં હતાં. પણ અમે તેમને છેક દરવાજા સુધી પાછા માંરી હટાવ્યાં.

24. ત્યાર બાદ તેઓએ કોટ ઉપરથી અમાંરા ઉપર બાણોનો માંરો ચલાવ્યો અને આપ નામદારના કેટલાક અમલદારો માંર્યા ગયા, આપનો સેવક ઊરિયા હિત્તી પણ માંર્યો ગયો.”

25. દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!”‘

26. જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો.

27. અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.

About 2 શમુએલ Chapter 11

Read 2 શમુએલ Chapter 11 online from the Holy Bible. This chapter is part of the Book of 2 શમુએલ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 2 શમુએલ
Chapter: 11
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 2 શમુએલ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 2 શમુએલ Chapter 11 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 2 શમુએલ Chapter 11?

2 શમુએલ Chapter 11 is part of the Book of 2 શમુએલ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 2 શમુએલ Chapter 11 online for free with easy chapter navigation.

More Chapters from 2 શમુએલ

  1. 2 શમુએલ Chapter 19
  2. 2 શમુએલ Chapter 18
  3. 2 શમુએલ Chapter 16
  4. 2 શમુએલ Chapter 5
  5. 2 શમુએલ Chapter 24
  6. 2 શમુએલ Chapter 15
  7. 2 શમુએલ Chapter 6

Explore More from જૂનો કરાર

  1. સભાગીત Chapter 7
  2. ગીતશાસ્ત્ર Chapter 132
  3. ગીતશાસ્ત્ર Chapter 75
  4. હોશિયા Chapter 2
  5. ગીતશાસ્ત્ર Chapter 139
  6. નિર્ગમન Chapter 6
  7. યશાયા Chapter 58

Related Chapters & Readings

  1. નિર્ગમન Chapter 28
  2. રોમનોને પત્ર Chapter 8
  3. 1 કરિંથીઓને પત્ર Chapter 15
  4. ગીતશાસ્ત્ર Chapter 88
  5. યશાયા Chapter 64
  6. ગીતશાસ્ત્ર Chapter 60
  7. પુનર્નિયમ Chapter 23
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *