ઊત્પત્તિ Chapter 1

For English

Read ઊત્પત્તિ Chapter 1 Online

Read ઊત્પત્તિ Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of ઊત્પત્તિ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઊત્પત્તિ and the Holy Bible online.

Choose a Chapter

ઊત્પત્તિ 1

પ્રકરણ 1

1. આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.

2. પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો

3. ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો.

4. દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો.

5. દેવે પ્રકાશનું નામ “દિવસ” અને અંધકારનું નામ “રાત” રાખ્યું. સાંજ પડી અને પછી સવાર થઇ તે પહેલો દિવસ હતો.

6. પછી દેવેે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માંટે વચ્ચે અંતરિક્ષ થાઓ.”

7. એટલે દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. કેટલુંક પાણી અંતરિક્ષની ઉપર હતું અને કેટલુંક પાણી અંતરિક્ષની નીચે હતું.

8. દેવે અંતરિક્ષને “આકાશ” કહ્યું. પછી સાંજ પડી અને સવાર થઇ તે બીજો દિવસ હતો.

9. પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.” અને એ જ પ્રમાંણે થયું.

10. દેવે સૂકી જમીનને “પૃથ્વી” કહી અને જે પાણી ભેગું થયેલું હતું તે પાણીને “સાગર” કહ્યો. દેવે જોયું કે, તે સારું છે.

11. પછી દેવેે કહ્યું, “પૃથ્વી વનસ્પતિ પેદા કરો: અનાજ આપનાર છોડ અને ફળ આપનાર વૃક્ષો પેદા કરો. પ્રત્યેકમાં પોતપોતાની જાતનાં બીજ થાઓ. આ પ્રકારના છોડ પૃથ્વી પર પેદા થાઓ.” અને એ પ્રમાંણે થયું.

12. પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.

13. પછી સાંજ પડી અને સવાર થઇ તે ત્રીજો દિવસ હતો.

14. પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. આ જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વષોર્નો સમય નિશ્ચિત કરવામાં થશે.

15. અને તેઓ પૃથ્વી પર પ્રકાશ પાથરવા માંટે આકાશમાં સ્થિર થાઓ.” અને એમ જ થયું.

16. પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા.

17. દેવે આ જયોતિઓને આકાશમાં એટલા માંટે રાખી કે, તે પૃથ્વી પર ચમકે.

18. દેવે આ જયોતિઓને આકાશમાં એટલાં માંટે રાખી કે, જેથી તે દિવસ અને રાત પર અમલ ચલાવે. આ જયોતિઓએ પ્રકાશને અંધકારથી જુદો પાડયો અને દેવે જોયું કે, આ સારું છે.

19. ત્યારે સાંજ થઈને સવાર થઇ. તે ચોથો દિવસ હતો.

20. પછી દેવે કહ્યું, “પાણી અનેક જળચરોથી ઊભરાઈ જાઓ અને પક્ષીઓ પૃથ્વી પર અને આકાશમાં ઊડો.”

21. એથી દેવે સમુદ્રમાં રાક્ષસી જળચર પ્રાણી બનાવ્યાં. દેવે સમુદ્રમાં રહેનાર બધાં સજીવ પ્રાણીઓ બનાવ્યાં. સમુદ્રમાં જુદી જુદી જાતિનાં જીવજંતુ હોય છે. દેવે આ બધાંની સૃષ્ટિ રચી. દેવે આકાશમાં ઉડનારાં દરેક જાતનાં પક્ષીઓ પણ બનાવ્યાં. દેવે જોયું કે, આ સારું છે.

22. પછી દેવે તે પ્રાણીઓને આશીર્વાદ આપ્યા. અને કહ્યું, “જાઓ, ઘણાં બધાં બચ્ચાં પેદા કરો અને સાગરનાં પાણીને ભરી દો. અને પક્ષીઓ પણ બહુ જ વધી જાઓ.”

23. પછી સાંજ થઇ અને સવાર થઇ. તે પાંચમો દિવસ હતો.

24. પછી દેવે કહ્યું, “પૃથ્વી બધી જાતનાં પ્રાણીઓ પેદા કરો: ‘પ્રત્યેક જાતનાં ઢોર, પેટે ચાલનારાં પ્રાણીઓ અને મોટાં જંગલી પ્રાણીઓ.” અને આ પ્રાણીઓ પોતપોતાની જાતિ પ્રમાંણે વધારે પ્રાણીઓ ઉત્પન્ન કરે.” અને આ બધુંં થયું.

25. તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.

26. પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”

27. આથી દેવે પોતાની પ્રતિમાંરૂપ મનુષ્ય પેદા કર્યો. તેણે માંણસો એટલે સ્ત્રી અને પુરુષ બનાવ્યાં.

28. દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”

29. દેવે કહ્યું, “જુઓ, મેં તમને જમીનમાં ઊગનારાં, બધી જ જાતનાં અનાજ પેદા કરનારા છોડ અને પ્રત્યેક જાતનાં બીવાળા ફળનાં વૃક્ષો આપ્યાં છે: એ તમને સૌને ખાવાના કામમાં આવશે.

30. પૃથ્વી પરનાં પ્રત્યેક પ્રાણીને અને આકાશમાંના પ્રત્યેક પક્ષીને તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રત્યેક જીવને ખાવા માંટે મેં લીલંુ ઘાસ અને છોડ આપ્યા છે.” અને એમ જ થયું.

31. દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે.સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.

About ઊત્પત્તિ Chapter 1

Read ઊત્પત્તિ Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of ઊત્પત્તિ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઊત્પત્તિ
Chapter: 1
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઊત્પત્તિ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઊત્પત્તિ Chapter 1 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઊત્પત્તિ Chapter 1?

ઊત્પત્તિ Chapter 1 is part of the Book of ઊત્પત્તિ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઊત્પત્તિ Chapter 1 online for free with easy chapter navigation.

More Chapters from ઊત્પત્તિ

  1. ઊત્પત્તિ Chapter 20
  2. ઊત્પત્તિ Chapter 40
  3. ઊત્પત્તિ Chapter 31
  4. ઊત્પત્તિ Chapter 23
  5. ઊત્પત્તિ Chapter 18
  6. ઊત્પત્તિ Chapter 36
  7. ઊત્પત્તિ Chapter 9

Explore More from જૂનો કરાર

  1. ગણના Chapter 18
  2. ઊત્પત્તિ Chapter 46
  3. યહોશુઆ Chapter 6
  4. મીખાહ Chapter 5
  5. ઊત્પત્તિ Chapter 19
  6. યહેજ્કેલ Chapter 32
  7. યહેજ્કેલ Chapter 19

Related Chapters & Readings

  1. યશાયા Chapter 58
  2. પુનર્નિયમ Chapter 15
  3. 2 શમુએલ Chapter 14
  4. યર્મિયા Chapter 29
  5. 1 શમુએલ Chapter 2
  6. ગીતશાસ્ત્ર Chapter 119
  7. ગીતશાસ્ત્ર Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *