ઊત્પત્તિ Chapter 12

For English

Read ઊત્પત્તિ Chapter 12 Online

Read ઊત્પત્તિ Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of ઊત્પત્તિ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ઊત્પત્તિ and the Holy Bible online.

Choose a Chapter

ઊત્પત્તિ 12

પ્રકરણ 12

1. યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંસંબંધી, અને તારા પિતાના પરિવારને છોડી દે અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.

2. હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.

3. જે લોકો તારું ભલું કરશે તે લોકોને હું આશીર્વાદ આપીશ. પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ. પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”

4. ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.

5. ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં.

6. ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.

7. યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.

8. તે પછી ઇબ્રામે તે જગ્યા છોડી અને તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયો અને ત્યાં સ્થાયી થયો. પશ્ચિમમાં બેથેલ શહેર અને પૂર્વમાં આય શહેર હતુ, અને ત્યાં તેણે યહોવાને માંટે બીજી એક વેદી બંધાવી. અને ઇબ્રામે યહોવાની પ્રાર્થના કરી.

9. ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો.

10. તે દિવસો દરમ્યાન દેશમાં દુકાળ હતો. વરસાદ પડતો ન હતો અને કોઇ પણ જાતનું અનાજ ઊગતું ન હતું. તેથી ઇબ્રામ જીવતો રહેવા માંટે થોડા સમય માંટે મિસર ગયો.

11. ઇબ્રામે જોયું કે, તેની પત્ની સારાય દેખાવમાં રૂપાળી હતી, તેથી મિસરમાં પ્રવેશ કરતાં પહેલા ઇબ્રામે સારાયને કહ્યું, “હું જાણું છું કે, તું દેખાવમાં બહુ રૂપાળી છે.

12. મિસરના લોકો તને જોશે એટલે કહેશે કે, ‘આ સ્ત્રી તેની પત્ની છે.’ અને પછી મને તેઓ માંરી નાખશે અને તને જીવતી રાખશે કારણકે તેઓ તને મેળવવા ઈચ્છશે.

13. એટલા માંટે તું લોકોને કહેજે કે, તું માંરી બહેન છે તેથી તે લોકો મને માંરશે નહિ. તેઓ માંરા પર દયા કરશે કારણકે તે લોકો સમજશે કે, હું તારો ભાઈ છું. જેથી તારા કારણે એ લોકો માંરી સાથે સારો વ્યવહાર રાખશે. આ રીતે તું માંરો જીવ બચાવી શકીશ.”

14. આ રીતે ઇબ્રામ મિસર પહોંચ્યો. મિસરવાસીઓએ જોયું કે, સારાય એક ખૂબ રૂપાળી સ્ત્રી છે.

15. મિસરના કેટલાક અધિકારીઓએ પણ તેને જોઈ. તે અધિકારીઓ તે સ્ત્રીને ફારુનના ઘરમાં લઈ ગયા. અને તેનાં વખાણ કર્યા કે, તે સ્ત્રી ખૂબ રૂપાળી છે.

16. ફારુન ઇબ્રામ પ્રત્યે દયાળુ હતો કારણ કે તે સારાયનો ભાઈ છે એમ તેણે ભાળ્યું હતું. અને એ સ્ત્રીને કારણે ફારુન ઇબ્રામ સાથે સારું વત્ર્યો અને તેને ઘેટાં, બકરાં, ઢોરઢાંખર, ગધેડાઓ, ગુલામો અને ઊટો આપ્યાં.

17. ફારુને ઇબ્રામની પત્નીને રાખી તેથી યહોવાએ ફારુન અને તેના પરિવારના માંણસો પર ખરાબ બિમાંરીઓ ફેલાવી.

18. તેથી ફારુને ઇબ્રામને બોલાવીને કહ્યું, “તેં માંરી સાથે બહુજ ખોટું કર્યું છે. તેં મને કેમ કહ્યું નહિ કે, સારાય તારી પત્ની છે ?

19. તેં એમ શા માંટે કહ્યું કે, ‘એ માંરી બહેન છે?’ મેં એને એટલા માંટે રાખી કે, તે માંરી પત્ની થશે. પરંતુ હવે હું તને તારી પત્ની પાછી આપું છું તેને લઈ જા.”

20. પછી ફારુને પોતાના પુરુષોને આજ્ઞા કરી કે, ઇબ્રામને મિસરની બહાર પહોંચાડી દો. આમ, ઇબ્રામ અને તેની પત્નીએ તે જગ્યા છોડી. અને જે વસ્તુઓ પોતાની હતી તે પોતાની સાથે લઈ ગયા.

About ઊત્પત્તિ Chapter 12

Read ઊત્પત્તિ Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of ઊત્પત્તિ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ઊત્પત્તિ
Chapter: 12
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ઊત્પત્તિ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ઊત્પત્તિ Chapter 12 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ઊત્પત્તિ Chapter 12?

ઊત્પત્તિ Chapter 12 is part of the Book of ઊત્પત્તિ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ઊત્પત્તિ Chapter 12 online for free with easy chapter navigation.

More Chapters from ઊત્પત્તિ

  1. ઊત્પત્તિ Chapter 20
  2. ઊત્પત્તિ Chapter 40
  3. ઊત્પત્તિ Chapter 36
  4. ઊત્પત્તિ Chapter 31
  5. ઊત્પત્તિ Chapter 23
  6. ઊત્પત્તિ Chapter 21
  7. ઊત્પત્તિ Chapter 18

Explore More from જૂનો કરાર

  1. ઊત્પત્તિ Chapter 22
  2. ગણના Chapter 17
  3. પુનર્નિયમ Chapter 4
  4. 1 રાજાઓ Chapter 14
  5. ઝખર્યા Chapter 7
  6. ગીતશાસ્ત્ર Chapter 138
  7. 2 કાળવૃત્તાંત Chapter 34

Related Chapters & Readings

  1. ન્યાયાધીશો Chapter 7
  2. યશાયા Chapter 51
  3. કલોસ્સીઓને પત્ર Chapter 4
  4. ગીતશાસ્ત્ર Chapter 26
  5. યશાયા Chapter 6
  6. 1 તિમોથીને પત્ર Chapter 3
  7. 2 રાજાઓ Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *