હોશિયા Chapter 12

For English

Read હોશિયા Chapter 12 Online

Read હોશિયા Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of હોશિયા in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of હોશિયા and the Holy Bible online.

Choose a Chapter

હોશિયા 12

પ્રકરણ 12

1. યહોવા કહે છે,” ઇસ્રાએલ વાયુને પકડવાનો કોઇ પ્રયત્ન કરતું હોય તેમ વતેર્ છે. તેઓ તેમના જૂઠાણા વધારે છે અને વધારેને વધારે ચોરે છે. તેઓ આશ્શૂરીઓ સાથે કરારો કરે છે, પણ એ જ સમયે મિસરને ખંડણી તરીકે જેતૂનનું તેલ મોકલે છે.

2. યહોવાની યહૂદા વિરૂદ્ધ દલીલ છે. તેઓ યાકૂબને તેના કૃત્યોની સજા આપશે. યાકૂબને તેના ખરાબ કૃત્યોની યોગ્ય સજા થશે.

3. એમનો પૂર્વજ યાકૂબ ગર્ભમાં હતો ત્યાં જ તેણે પોતાના ભાઇને દગો દીધો હતો અને મોટો થતાં તેણે દેવ સાથે બાથ ભીડી હતી.

4. હા, તે દેવદૂત સાથે લડ્યો અને જીત્યો હતો. તેના તરફથી આશીર્વાદ મેળવવાને તેણે રૂદન કર્યું અને વિનંતીઓ કરી. બેથેલમાં તેણે દેવની મોઢેમોઢ મુલાકાત કરી. દેવે તેની સાથે વાત કરી.

5. હા, યહોવા, સૈન્યોનો દેવ છે. યહોવા એ તેનું સ્મારક નામ છે જેનાથી તેમને બોલાવવામાં આવે છે.

6. તે માટે તમે દેવ ભણી પાછા ફરો. પ્રેમ અને ન્યાયને વળગી રહો. દેવ તમને મદદ કરશે તેવી આશા સાથે રાહ જોતા રહો.

7. યહોવા કહે છે, “ઇસ્રાએલીઓ તો ખોટાં ત્રાજવાં રાખનાર વેપારીઓ જેવા છે, છેતરપિંડી તેઓને ગમે છે.

8. તેઓ કહે છે, “ખરેખર, અમે તો ધનવાન છીએ, અમે સંપત્તિ મેળવી છે, અને એનો એકેય પૈસો અનીતિ કે, પાપનો નથી.

9. યહોવા કહે છે, “તમને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારથી હું તમારો દેવ યહોવા છું. હું તમને મુકરર પર્વના દિવસોની જેમજ મંડપોમાં રહેતાં કરીશ.

10. મેં તમને ચેતવણી આપવા માટે મારા પ્રબોધકો તમારી પાસે મોકલ્યા. મેં જ તેઓને અનેક સંદર્શનો આપ્યાં અને તેમને તમારી પાસે દ્રષ્ટાંતો સાથે મોકલ્યા.

11. ગિલયાદમાં મૂર્તિપૂજા થઇ રહી છે, તો જરૂર તે પાપોનો નાશ થશે. ગિલ્ગાલમાં બળદોનો બલિ અપાય છે. તેઓની વેદીઓ ખેડેલા ખેતરની બાજુના પથ્થરોના ઢગલા જેવી થશે. ખેતરના ચારાની જેમ વેદીઓની હારમાળાઓ તમારી મૂર્તિઓને બલિદાન અર્પવા વપરાય છે. ગિલયાદ પણ મૂર્તિઓની પૂજા કરનારા મૂર્ખાઓથી ભરેલું છે.

12. યાકૂબ અરામમાં ભાગી ગયો, અને ઇસ્રાએલે પત્ની મેળવવા ત્યાં કામ કર્યું, તેણે તેણીને ઘેટાં ચરાવીને મેળવી.

13. પછી યહોવાએ એક પ્રબોધક દ્વારા ઇસ્રાએલી લોકોનો મિસરમાંથી છુટકારો કર્યો. તેઓને એક પ્રબોધક મારફતે રક્ષણ આપ્યું.

14. પરંતુ ઇસ્રાએલના લોકોએ યહોવાને ભારે ક્રોધિત કર્યા છે. યહોવા તેમના પાપો માટે તેમને જ જવાબદાર ઠેરવશે અને તેમણે જે અપરાધો કર્યા છે, તેનો દોષ તેમના માથે નાખશે અને તેને પ્રભુ યહોવા મૃત્યુદંડ કરશે.

About હોશિયા Chapter 12

Read હોશિયા Chapter 12 online from the Holy Bible. This chapter is part of the Book of હોશિયા in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: હોશિયા
Chapter: 12
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading હોશિયા. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading હોશિયા Chapter 12 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is હોશિયા Chapter 12?

હોશિયા Chapter 12 is part of the Book of હોશિયા in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete હોશિયા Chapter 12 online for free with easy chapter navigation.

More Chapters from જૂનો કરાર

  1. આમોસ Chapter 1
  2. યશાયા Chapter 32
  3. ગીતશાસ્ત્ર Chapter 99
  4. ગીતશાસ્ત્ર Chapter 64
  5. 2 શમુએલ Chapter 19
  6. ગણના Chapter 20
  7. હોશિયા Chapter 3

Explore More from હોશિયા

  1. હોશિયા Chapter 9
  2. હોશિયા Chapter 10
  3. હોશિયા Chapter 11
  4. હોશિયા Chapter 2
  5. હોશિયા Chapter 3
  6. હોશિયા Chapter 7
  7. હોશિયા Chapter 8

Related Chapters & Readings

  1. એફેસીઓને પત્ર Chapter 5
  2. ગીતશાસ્ત્ર Chapter 91
  3. ગીતશાસ્ત્ર Chapter 90
  4. 1 શમુએલ Chapter 21
  5. ઝખર્યા Chapter 8
  6. ગીતશાસ્ત્ર Chapter 92
  7. નિર્ગમન Chapter 17
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *