એસ્તેર Chapter 6

For English

Read એસ્તેર Chapter 6 Online

Read એસ્તેર Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of એસ્તેર in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of એસ્તેર and the Holy Bible online.

Choose a Chapter

એસ્તેર 6

પ્રકરણ 6

1. તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે તેના શાસનની વિગતો માટે કાળવૃત્તાંતોનું પુસ્તક મંગાવ્યું જેને તેની સમક્ષ વાંચવામાં આવ્યું.

2. તેમાં લખેલું હતું કે, રાજાના બે ખોજાઓ કે જેઓ દ્ધારની ચોકી કરતા હતાં, તે બિગ્થાના અને તેરેશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની ખબર મોર્દખાયે આપી હતી.

3. આ ઉપરથી રાજાએ પૂછયું કે, “એ માટે મોર્દખાયને શું માન-મોભો કે ઇનામ આપવામાં આવ્યાં છે? ત્યારે રાજાની સેવામાં દરબારીઓ હતા તેમણે જણાવ્યું કે, મોર્દખાયને કઇં જ આપવામાં આવ્યું નથી.”

4. તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણેે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો,

5. તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે.”રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”

6. અને હામાન દાખલ થયો એટલે રાજાએ તેને સવાલ કર્યો, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છતો હોય તે માણસ માટે શું કરવું જોઇએ? હામાને વિચાર્યું કે, રાજા મારું નહિ તો બીજા કોનું બહુમાન કરવાના હતા?”

7. એટલે હામાને રાજાને કહ્યું કે, જે માણસને પ્રેમથી માન આપવા રાજા ઇચ્છતા હોય,

8. તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો;

9. પછી એ લાંબા ઝભ્ભાઓ અને ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા મુખિયાને સોંપો અને તે માણસને એ પોશાક પહેરાવવા અને તેને ઘોડા પર બેસાડી નગરની ગલીઓમાં તેને ફેરવો એમ જાહેર કરતા, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તે વ્યકિતનું આવી રીતે સન્માન કરવું.”એમ જાહેર કરવામાં આવે.

10. ત્યારે રાજાએ હામાનને કહ્યું, “ઝટ જા અને પોશાક અને ઘોડો લઇ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર; તું જે બોલ્યો છે તે સઘળામાંથી કઇં જ રહી જવું જોઇએ નહિ.

11. આથી હામાને પોશાક અને ઘોડો લઇ જઇને મોર્દખાયને સજાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં થઇને, ‘રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તેને આ રીતે સન્માને છે.’ એમ પોકાર કરતાં કરતાં ફેરવ્યો.

12. પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો.

13. પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”

14. હજીતો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી ઉજાણીમાં હામાનને ઉતાવળે લઇ ગયા.

About એસ્તેર Chapter 6

Read એસ્તેર Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of એસ્તેર in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: એસ્તેર
Chapter: 6
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading એસ્તેર. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading એસ્તેર Chapter 6 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is એસ્તેર Chapter 6?

એસ્તેર Chapter 6 is part of the Book of એસ્તેર in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete એસ્તેર Chapter 6 online for free with easy chapter navigation.

More Chapters from એસ્તેર

  1. એસ્તેર Chapter 7
  2. એસ્તેર Chapter 9
  3. એસ્તેર Chapter 5
  4. એસ્તેર Chapter 3
  5. એસ્તેર Chapter 10
  6. એસ્તેર Chapter 8
  7. એસ્તેર Chapter 4

Explore More from જૂનો કરાર

  1. ગીતશાસ્ત્ર Chapter 147
  2. ગીતશાસ્ત્ર Chapter 104
  3. નીતિવચનો Chapter 27
  4. ઊત્પત્તિ Chapter 1
  5. યર્મિયા Chapter 29
  6. લેવીય Chapter 13
  7. યશાયા Chapter 59

Related Chapters & Readings

  1. 1 રાજાઓ Chapter 1
  2. હોશિયા Chapter 7
  3. નિર્ગમન Chapter 11
  4. ઊત્પત્તિ Chapter 38
  5. 2 રાજાઓ Chapter 18
  6. યહેજ્કેલ Chapter 6
  7. લૂક Chapter 19
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *