1 શમુએલ Chapter 21

For English

Read 1 શમુએલ Chapter 21 Online

Read 1 શમુએલ Chapter 21 online from the Holy Bible. This chapter is part of the Book of 1 શમુએલ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 1 શમુએલ and the Holy Bible online.

Choose a Chapter

1 શમુએલ 21

પ્રકરણ 21

1. ત્યારબાદ દાઉદ ગયો અને યોનાથાન પોતાના ગામે પાછો આવ્યો.દાઉદ નોબ નગરમાં અહીમેલેખ યાજકને મળવા ગયો, અહીમેલેખે તેને જોયો એટલે તે કાંપવા લાગ્યો, તેણે પૂછયું, “તું કેમ એકલો છે? કેમ તારી સાથે કોઇ નથી?”

2. એટલે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે, “રાજાએ મને એમ કહીને આદેશ કર્યો છે કે, હું તને ખાનગી કામ પર મોકલી રહ્યો છું. તેના વિષે કોઇને ખબર પડવી જોઇએ નહિ. મેં માંરા માંણસોને મને એક જગા પર મળવાનું કહ્યું.

3. અત્યારે હવે એ કહો કે ભોજન માંટે શું છે? પાંચેક રોટલી છે? હોય તો આપો, જે હોય તે લાવો.”

4. પછી યાજકે દાઉદને કહ્યું, આપણી પાસે સાદી રોટલી બિલકુલ નથી, આપણી પાસે માંત્ર પવિત્ર રોટલી છે, જો તે અને તારા માંણસોએ કોઇ સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો તમે તે ખાઈ શકો છો.”

5. દાઉદે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમે કોઇ સ્ત્રી સાથે જાતિય સંબધ નથી કર્યો, માંરા માંણસો સામાંન્ય ફરજો પર લડવા જાય છે ત્યારે પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. આજે પણ આ વિષેશ કર્તવ્ય માંટે તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે.”

6. યાજકે ત્યાં બીજી રોટલી ન હતી તેથી તેમને પવિત્ર રોટલી આપી. જે યહોવાની સમક્ષ અર્પણ તરીકે મૂકવામાં આવી હતી. દરરોજ તાજી પવિત્ર રોટલી અર્પણ કરવામાં આવતી.

7. તે દિવસે શાઉલનો એક માંણસ ત્યાં હતો, તેને યહોવા સમક્ષ રાખવામાં આવ્યો હતો; તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ભરવાડોનો મુખ્ય હતો.

8. દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવંુ કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.”

9. યાજકે ઉત્તર આપ્યો, “માંરી પાસે ગોલ્યાથ પલિસ્તીની તરવાર છે, જેને તમે એલાહની ખીણમાં માંરી નાખ્યો હતો, તે કપડાંમાં વીંટાંળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે; માંરી પાસે બીજી કોઇ નથી.”તેથી દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; તેથી એ મને આપ.”

10. દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો.

11. રાજાના સેવકોએ આખીશને કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? એને વિષે જ લોકો નાચતાં નાચતાં ગાતાં નહોતા કે,“શાઉલે હજારોને સંહાર્યા છે,પણ દાઉદે તો લાખોને?”

12. દાઉદે આ સાંભળ્યું ત્યારે રાજા આખીશ તેને શું કરશે તે વાતથી એ ગભરાયો.

13. પછી તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા, અને દાઢી ઉપર લાળના રેલા ઉતારવા માંડયા.

14. આખીશે પોતાના સેવકોને કહ્યું, “તમે જુઓ છો કે એ માંણસ ગાંડો છે, પછી એને માંરી પાસે શા માંટે લાવો છો?”

15. માંરી પાસે ગાંડા માંણસોની ખોટ છે કે તમે આ માંણસને માંરી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માંણસને માંરા ઘરમાં રાખવાનો છે?”

About 1 શમુએલ Chapter 21

Read 1 શમુએલ Chapter 21 online from the Holy Bible. This chapter is part of the Book of 1 શમુએલ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 1 શમુએલ
Chapter: 21
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 1 શમુએલ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 1 શમુએલ Chapter 21 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 1 શમુએલ Chapter 21?

1 શમુએલ Chapter 21 is part of the Book of 1 શમુએલ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 1 શમુએલ Chapter 21 online for free with easy chapter navigation.

More Chapters from 1 શમુએલ

  1. 1 શમુએલ Chapter 27
  2. 1 શમુએલ Chapter 24
  3. 1 શમુએલ Chapter 19
  4. 1 શમુએલ Chapter 16
  5. 1 શમુએલ Chapter 7
  6. 1 શમુએલ Chapter 29
  7. 1 શમુએલ Chapter 25

Explore More from જૂનો કરાર

  1. નીતિવચનો Chapter 22
  2. પુનર્નિયમ Chapter 17
  3. યહોશુઆ Chapter 24
  4. ગીતશાસ્ત્ર Chapter 56
  5. ગીતશાસ્ત્ર Chapter 67
  6. ઊત્પત્તિ Chapter 38
  7. અયૂબ Chapter 14

Related Chapters & Readings

  1. 2 કાળવૃત્તાંત Chapter 3
  2. નિર્ગમન Chapter 24
  3. યોહાન Chapter 11
  4. ન્યાયાધીશો Chapter 2
  5. આમોસ Chapter 1
  6. નહેમ્યા Chapter 5
  7. પ્રેરિતોનાં કૃત્યો Chapter 25
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *