પ્રેરિતોનાં કૃત્યો Chapter 6

For English

Read પ્રેરિતોનાં કૃત્યો Chapter 6 Online

Read પ્રેરિતોનાં કૃત્યો Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of પ્રેરિતોનાં કૃત્યો in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of પ્રેરિતોનાં કૃત્યો and the Holy Bible online.

Choose a Chapter

પ્રેરિતોનાં કૃત્યો 6

પ્રકરણ 6

1. વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો થવા લાગ્યા પરંતુ આ સમય દરમ્યાન જ, ગ્રીક ભાષી યહૂદિઓએ બીજા યહૂદિઓને દલીલો કરી. તેઓએ ફરીયાદ કરી કે રોજ શિષ્યોને જે વહેંચવામાં આવે છે તેમાંથી તેઓની વિધવાઓને તેઓનો ભાગ મળતો નથી.

2. તે બાર પ્રેરિતોએ આખા સમૂહને બોલાવ્યો.પ્રેરિતોએ તેઓને કહ્યું, “દેવના વચનોનો બોધ આપવાનું આપણું કામ અટકી ગયું છે. તે સારું નથી. લોકોને કંઈક ખાવાનું વહેંચવામાં મદદ કરવા કરતાં દેવના વચનોનો બોધ આપવાનું ચાલુ રાખવું તે વધારે સારું છે.

3. તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું.

4. પછી આપણે આપણો બધો સમય પ્રાર્થનામાં તથા વાતની (પ્રભુની) સેવા કરવામાં વાપરી શકીશું.”

5. સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ).

6. પછીથી તેઓએ આ માણસોને પ્રેરિતો સમક્ષ રજૂ કર્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓએ તેઓના હાથ તેઓના પર મૂક્યા.

7. દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.

8. સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું.

9. પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી.

10. પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.

11. તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.”

12. આમ કરીને આ યહૂદિઓએ લોકોને, વડીલો તથા શાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂંક્યા. તેઓ એટલા બધા ઉશ્કેરાયા કે તેઓએ આવીને સ્તેફનને પકડી લીધો. તેઓ તેને યહૂદિઓના બોધકોની સભામાં લઈ ગયા.

13. યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે.

14. અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.”

15. સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા. તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો.

About પ્રેરિતોનાં કૃત્યો Chapter 6

Read પ્રેરિતોનાં કૃત્યો Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of પ્રેરિતોનાં કૃત્યો in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: પ્રેરિતોનાં કૃત્યો
Chapter: 6
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading પ્રેરિતોનાં કૃત્યો. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading પ્રેરિતોનાં કૃત્યો Chapter 6 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is પ્રેરિતોનાં કૃત્યો Chapter 6?

પ્રેરિતોનાં કૃત્યો Chapter 6 is part of the Book of પ્રેરિતોનાં કૃત્યો in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete પ્રેરિતોનાં કૃત્યો Chapter 6 online for free with easy chapter navigation.

More Chapters from નવો કરાર

  1. પ્રકટીકરણ Chapter 22
  2. માર્ક Chapter 16
  3. 1 યોહાનનો પત્ર Chapter 1
  4. લૂક Chapter 3
  5. તિતસને પત્ર Chapter 1
  6. કલોસ્સીઓને પત્ર Chapter 4
  7. ફિલિપ્પીઓને પત્ર Chapter 3

Explore More from પ્રેરિતોનાં કૃત્યો

  1. પ્રેરિતોનાં કૃત્યો Chapter 23
  2. પ્રેરિતોનાં કૃત્યો Chapter 17
  3. પ્રેરિતોનાં કૃત્યો Chapter 14
  4. પ્રેરિતોનાં કૃત્યો Chapter 16
  5. પ્રેરિતોનાં કૃત્યો Chapter 11
  6. પ્રેરિતોનાં કૃત્યો Chapter 26
  7. પ્રેરિતોનાં કૃત્યો Chapter 12

Related Chapters & Readings

  1. ગીતશાસ્ત્ર Chapter 49
  2. 1 રાજાઓ Chapter 11
  3. રોમનોને પત્ર Chapter 1
  4. યહોશુઆ Chapter 23
  5. ગીતશાસ્ત્ર Chapter 95
  6. ગીતશાસ્ત્ર Chapter 92
  7. 1 કરિંથીઓને પત્ર Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *